પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી જૂનાગઢ પોલીસે આરોપીની વધુ પાંચ ગુનામાં સંડોવણી શોધી

0

 

જૂનાગઢ પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા એક આરોપીની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવણી શોધી કાઢી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી વસીમ સલીમભાઈ મથુપૈત્રાની આંબલીયા ગામેથી ધરપકડ કરી હતી. ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી આરોપીની પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ગુના શોધી કાઢવા તપાસ હાથ ધરાઈ હતી. આરોપીએ માત્ર એક જ ગુનો કર્યો હોવાનું રટણ કરેલ હતુ. બાદમાં પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી અને રાયોટીંગ, ર૦૧૮ માં મારામારી અને હથિયાર ધારાનો કેસ તેમજ જેતપુર તાલુકા પોલીસમાં જીરાની લૂંટ સહિતના અન્ય પાંચ ગુનામાં સંડોવણી ખુલી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!