સગીરબાળાને લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી જનારા શખ્સને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી

0

તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના દામોદર કુંડ ખાતેથી તા.૨૭.૦૮.૨૦૨૦ના રોજ બપોરના સમયે ફરિયાદીની સગીર વયની દીકરીને તેની જ જ્ઞાતિનો આરોપી સુમિત મનોજભાઈ પરમાર રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઇ, રાજુભાઇ, વિપુલસિંહ, મુકેશભાઈ, મહિલા પો.કો. ઉષાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમ્યાન આરોપી અને ભોગ બનનાર સગીરા ઉપર દબાણ આવતા, ભવનાથ પોલીસ ટીમ સમક્ષ પોલીસ સ્ટેશન આવી રાજુ થઈ જતા, પોલીસ દ્વારા આરોપી સુમિત મનોજભાઈ પરમાર જાતે વાલ્મિકી ઉવ. ૨૭ રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપી સુમિત મનોજભાઈ પરમાર ઉવ.૨૭ રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઇ, , મહિલા પો.કો. બેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી સુમિત મનોજભાઈ પરમારની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી સુમિત મનોજભાઈ પરમાર તથા ભોગ બનનાર એક જ જ્ઞાતિના હોય, બંનેના વેવિશાળની વાતચીત ચાલતી હોય, પરંતુ બંને કુટુંબના અમુક માણસો રાજી ના હોય, બંનેને પ્રેમ સંબંધ હોય, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોય, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આમ, ભવનાથ પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવેલ સગીરા અને આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢી, ધરપકડ કરવામાં આવતા, સગીરાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!