રાજ્યમાં ગુનાખોરી રોકવા નવો કાયદો જરૂરી નથી હયાત કાયદાનો ઈમાનદારીથી અમલ કરો તોય સારૂ

0

રાજ્યમાં અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા પર્યાપ્તજ કાયદા છે. જે તે ગુનાઓ માટે જે તે કાયદામાં કડકમાં કડક સજાની જાેગવાઈ છે. જેથી રાજ્યને નવા કાયદાની જરૂર નથી. પરંતુ કાયદાઓનો યોગ્ય અમલ કરવાની ખાસ જરૂર છે. આ કાયદાનો મતબેંક ઊભી કરવા દ્વેષપૂર્ણ રીતે રાજકીય ઉપયોગ થવાની દહેશત હોવાથી આ વિધેયક પાછું ખેંચવું જાેઈએ એમ આ નવા કાયદાનો વિરોધ નોંધાવી ગુજરાત ગુંડા અને અસામાજીકજ પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત)ના વિધેયક ઉપરની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. ધારાસભ્યએ ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ એમના વક્તવ્યમાં કોંગ્રેસ પક્ષને ટોણો મારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એક સમાજનું તુષ્ટીકરણ કરવા આ બિલનો વિરોધ કરે છે. તેનો પ્રત્યુત્તર આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગુંડાઓને કોઈ જાતિ, ધર્મ કે પક્ષ હોતો નથી, એ માત્ર સત્તાધારી પક્ષનો જ જયજયકાર કરતા હોય છે. સત્તાધારી પક્ષના લોકો હંમેશા વિધાનસભા ગૃહમાં દરેક બાબતને લઘુમતી અને તુષ્ટીકરણ સાથે જાેડે છે, જે અત્યંત દુઃખદ બાબત છે. સત્તાધારી પક્ષમાં બેઠેલા લોકો દ્વારા જ્યારે પણ વક્તવ્ય આપવામાં આવે છે ત્યારે ખાસ કરીને જગન્નાથની રથયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તો ૩૫થી વધુ વર્ષ થઈ ગયા. રથયાત્રા કોમી એકતા, ભાઈચારો અને અમનના રંગમાં રંગાઈને હિન્દુ-મુસ્લિમ ભેગા થઈને પસાર કરે છે. હવે એ કમનસીબ દિવસોની વાતો અને ઉલ્લેખો બંધ કરવા જાેઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા હિન્દુ સમાજની લાગણીઓ ઉશ્કેરવા ગાયનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવે છે. ગાયની ચોરી મામલામાં રાજ્યના લઘુમતી સમાજની કોઈ સંડોવણી નથી. કેટલીક પરપ્રાંતીય ટોળકીઓ અને મુઠ્ઠીભર અસામાજીક તત્ત્વો પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાના હપ્તા આપી, ગાયની ચોરી કરી, હજારો ગરીબ રબારી-ભરવાડ સમાજના ભાઈઓને બરબાદ કરી નાંખે છે. આવા અસામાજીક તત્ત્વો અને પરપ્રાંતીય ટોળકીઓને સરકાર કડક નશ્યત કરે અને ફક્તને ફક્ત રાજકીય કારણોસર ગાયમાતાના નામે સમગ્ર લઘુમતી સમાજને બદનામ કરવાનું બંધ કરે. રાજ્યમાં ડ્રગ્સ માફીયાઓ તથા ડ્રગ્સની હેરાફેરી-વેંચાણ અંગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અને પૂરા જાેશ અને જુસ્સા સાથે તમામ નશીલા પદાર્થો(ડ્રગ્સ)ના હેરાફેરી અને વેંચાણને રોકવા સમગ્ર રાજ્યમાં એક વર્ષ સુધી કડક ડ્રાઈવ કરવી જાેઈએ. અમદાવાદની કેટલીક હોટલોમાં પોલીસ સ્ટેશનની બારીમાંથી દેખાય એવી રીતે દેહવિક્રયનો ધંધો ચાલે છે તે રોકવા તાત્કાલિક સૂચના આપવી જાેઈએ.

ભાજપે જ ડોન લતીફને ચૂંટણી લડાવી રાજ્યમાં ભાજપના શાસનનો પાયો નાખ્યો હતો
ડોન લતીફને મર્યાને આજે રપ વર્ષ જેટલો સમય વીતી ચૂકયો છતાં ભાજપના શાસકો લતીફનું નામ લઈ લઘુમતી સમાજને ટોણો મારવાનું ચૂકતા નથી. પરંતુ સત્ય એ છે કે, લતીફને ભાજપના પીઢ નેતા અને એડવોકેટ રામ જેઠમલાણીએ ગેરમાર્ગે દોરી એએમસીની ચૂંટણી લડવા ઊભો કર્યો હતો, ત્યારે ભાજપે જ લતીફનો મુદ્દો બનાવી ધાર્મિક ધ્રુવીકરણ કરી પ્રથમવાર એએમસીની ચૂંટણી જીતી રાજ્યમાં ભાજપના શાસનનો પાયો નાખ્યો હતો. આ ચૂંટણી જ ભાજપનો જન્મદિવસ છે એમ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમ્યાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!