ગાંધીનગરમાં કૃષિ બિલના કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન : અનેકની અટકાયત

0

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં રહી કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનના આગેવાનો, કોંગી કાર્યકરો અને આગેવાનો જાેડાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, જેને પગલે એક સમયે કોંગી નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વિરોધ કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના ૬ર કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું છે. વિગતવાર વાત કરીએ તો, ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાય કૂચ’માં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકારો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા. ગાંધીનગર ખાતે ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં યોજાયેલ ન્યાય કૂચમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ અને પોર્ટની જેમ ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં સોંપવા તરફ મોદી સરકાર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું કૃષિ બિલ દેશનો કાળો કાયદો છે. ખેડૂતો અને ખેતી બરબાદ થશે, એટલા માટે અમારો વિરોધ છે. ગુજરાત તથા દેશના ખેડૂતોના ન્યાય માટે અમે લડીશું અને કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હિતમાં આંદોલનોના વધુ કાર્યક્રમો આપશે. દેશના ખેડૂતો અને મજદૂરો રસ્તા ઉપર છે જેઓ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. પણ સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતિઓને હવાલે કરી રહી છે. ર૦૧૪ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારના શાસનના છ વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લૂંટવાના પરવાના આપ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભૂમી અધિગ્રહણ સુધારા બિલ લાવવામાં આવ્યું. જીએસટી બિલના કારણે વેપાર-ધંધા તથા વેપારીની હાલત બગડી ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર સંસદમાં રજૂ કરેલા ખરડાને લઈને બદલે બહાર જુદી વાત કરે છે. નવા કૃષિ બિલમાં એમએસપીનો ઉલ્લેખ જ નથી. સરકાર ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. મહાત્મા ગાંધીજીએ ખૂબ લાંબી લડાઈ લડી આ દેશમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને દેશ નિકાલ આપ્યો હતો. ફરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દેશમાં કંપની રાજ લાવવા આગળ વધી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. ગાંધીનગર ખાતે ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદા સામે યોજાયેલી ન્યાય કૂચમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશમાં ખેડૂતો જે જમીનના માલિક હતા તેમને ફરી ગુલામ બનાવવા આ કાયદા લાવીને ઉદ્યોગપતિઓને ખેતીની જમીન લૂંટવા દેવાના પરવાના આપી રહી છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ઘૃણાસ્પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદૂરો ક્યારેય ભૂલશે નહીં. સમગ્ર દેશમાં ખેડૂતો કે વેપારીઓની માગણી કરી ન હોવા છતાં મોદી સરકાર આવો કાયદો શા માટે લાવી ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!