રાજકોટમાં પ્લાઝમાં ડોનેટ કરેલ પ૧ દાતાઓનું આજે ભવ્ય બહુમાન

0

સેવા જેને કરવી જ છે તેવો સતત ને સતત સેવાકીય પ્રવૃતિમાં કાર્યરત હોય છે અનેક સેવાકીય પ્રવૃતિ અને પ્રસંગોચીત કાર્યો કરતા જ રહેતા હોયછે. આવુ જ કંઈક શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે. વર્ષનાં ૩૬પ દિવસ કંઈકને કંઈક સેવાયજ્ઞ ચલાવવામાં આવતો જ હોય છે. એકદમ સીમ્પલ મેન અને સદાય નિખાલશ પણે હસતા રહેતા અને સેવાના કાર્યોથી સતત ઉજળા બની રહેલા જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમ જરૂરીયાતમંદોને ભોજનથી માંડી અને વિવિધ સેવાઓ દ્વારા મદદરૂપ બની રહયા છે. કોરોના કાળમાં સેનીટાઈઝર, માસ્ક, આરોગ્ય વિષેયક દવાઓ તેમજ નાસ મશીન જેવી વસ્તુઓનું વિતરણ અનેક શહેરોમાં રાહતભાવે કર્યુ છે અને જનતાએ પણ લાભ લીધો છે. હેલ્મેટનાં કડક અમલવારીના સમયમાં પણ સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં આજ સંસ્થા દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ પણ રાહતભાવે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટનાં આંગણે ગુજરાતમાં કદાચ પ્રથમવાર હશે તેવો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. વિશ્વ રકતદાન ઉજવણી અંતર્ગત બોલબાલા ટ્રસ્ટ અને સિવીલ હોસ્પિટલ બ્લડ બેંકના સંયુકત ઉપક્રમે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સરકારી મેડીકલ કોલેજ રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના દર્દીઓએ કોરોના થયાં બાદ પ્લાઝમાં ડોનેટ કરેલ પ૧ વ્યકિતઓનું બહુમાન કરવામાં આવી રહયું છે. અને સાથે જ બ્લડ બેંકનાં તમામ કાર્યકર્તાઓનું પણ આજનાં દિવસે સન્માન કરવામાં આવી રહેલ છે. બોલબાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કોરોના થયાં બાદ પ્લાઝમાં ડોનેટ કરવું ખુબજ અઘરૂ કામ છે. આજે એક તરફ વિશ્વ રકતદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે. સાથે જ રાજકોટનાં આંગણે પ૧ પ્લાઝમાં ડોનેટ કરેલ વ્યકિતઓનું સન્માન કરવામાં આવી રહેલ છે.મેં પોતે (જયેશભાઈ ઉપાધ્યાયે) ત્રણ વખત છ વ્યકિતઓને પ્લાઝમાં ડોનેટ કરેલ હતું. અને એટલેટજ મને ખબર છે આ બાબત અઘરી છે. તેમ છતાં પ૧ વ્યકિતઓએ પ્લાઝમાં ડોનેટ કર્યુ છે. આ લોકોનું સન્માન કરવું પણ જરૂરી છે. રાજકોટ ખાતે આજે જે પ્રેરણારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અન્ય સેવાકીય સંસ્થાઓ, બ્લડ બેંકો પણ આવા કાર્યો કરે તો સમાજને ખુબજ ઉપયોગી થઈ પડશે તેમ જણાવ્યું હતું અને સમાજમાં એક સારા કાર્યોની સુવાસ સર્વત્ર પ્રસરી જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!