જૂનાગઢ શહેર જીલ્લામાં તથા રાજયભરમાં ડીઝલના વિકલ્પે ઓછી કિંમતમાં બાયોડીઝલનું અનધિકૃત વેંચાણ કરતા ગેરકાયદે પંપનાં રાફડા ફાટી નીકળ્યા છે. બાયોડીઝલના ગેરકાયદે વેંચાણનાં કારણે પેટ્રોલ-ડીઝલ પંમ્પનાં ધંધામાં ભારે નુકશાન વેઠી રહેલા પેટ્રોલ પંપ સંચાલકોએ મુખ્યમંત્રીને મળી આ ગેરકાયદે બાયોડીઝલ વેંચાણનાં ધંધા બંધ નહીં કરાવાય તો ડીઝલની ખરીદી બંધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારતા સફાળી જાગેલી ગુજરાત સરકારની સુચનાથી ડીજીએ રાજયભરની પોલીસને બાયોડીઝલના અનધિકૃત વિક્રેતાઓ ઉપર પુરવઠા વિભાગ, પેટ્રોલીયમ અધિકારી, જીએસટી વિભાગને સાથે રાખીને દરોડા પાડવાનો આદેશ કર્યો છે. આ આદેશના પગલે ગુજરાતમાં પોલીસે વિવિધ વિસ્તારમાં ૧પથી વધુ સ્થળે દરોડા પાડયા હતાં. જાે કે ચેતી ગયેલા વિક્રેતાઓ માયાજાળ સંકેલીને ભોંભીતર થઈ જતાં કઈ હાથ લાગ્યું નથી. ગુજરાત રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયાએ બાયોડીઝલના અનધિકૃત વિક્રેતાઓ ઉપર રાજય વ્યાપી દરોડા પાડવા કરેલા આદેશ પછી ક્રાઈમ બ્રાંચ, એસઓજીની ટીમ દ્વારા ઔદ્યોગિક વિસ્તારો અને હાઈ-વેને જાેડતા વિસ્તારમાં ગેરકાયદે બાયોડીઝલનું વેંચાણ થતં હોય તે સ્થળે દરોડા પાડયા હતાં. પોલીસે ૧પથી વધુ સ્થળે ચેકીંગ કર્યુ હતું. પરંતુ પોલીસની તવાઈ ઉતરી રહયાની ગંધ આવી જતાં બાયોડીઝલનાં વિક્રેતાઓ બાયોડીઝલની ટાંકીઓ અને ફીલીંગ પમ્પ સહીતના સાધનો સગેવગે કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. જાે કે પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા બાયોડીઝલનાં ગેરકાયદે વેંચાણ બંધ કરાવવા માટે આ કામગીરી અવીરત ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ રીતે લેવાશે નમુના
બાયોડીઝલ વેંચાણ કરતા એકમોની તપાસણી સમયે સ્પીરીટ અને હાઈસ્પીડ ડીઝલના નમુના લેવામાં આવશે. જેમાં બાયોડીઝલના ટાંકી વાઈઝ નમુના લેવાશે. ટાંકીમાંથી ત્રણ એલ્યુમીનીયમના કન્ટેનરમાં નોઝલ મારફત એક લીટર બાયોડીઝલના નમુના લેવામાં આવશે. નમુના લીધાના બીજા દિવસે બાયોડીઝલની ખરીદીના બીલ તેમજ પ્રોડકટસનું સ્પેશિફીકેશનની તપાસણીનાં અહેવાલ મોકલવાના રહેશે.
વિસાવદરમાંથી રૂા. ૧.રપ કરોડની કિંમતનો ર.૩૧ લાખ લીટર ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો
ગુજરાતભરમાં ડીઝલનાં વિકલ્પે ઓછી કિંમતમાં બાયોડીઝલનું અનધિકૃત વેંચાણ કરતા ગેરકાયદે વિક્રેતા સામે ડીજીએ રાજયભરમાં આવા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતાં દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિસાવદરમાંથી ર.૩૧ લાખ લીટર અનઅધિકૃત એલડીઓ બાયોડિઝલનો જથ્થો સ્થાનિક મામલતદારે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર દરોડાને લઈને ગેરકાયદે પ્રવૃતિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીની સુધના તેમજ વિસાવદર પ્રાંત અધિકારી તુષાર જાેષી અને જીલ્લા પુરવઠા અધિકારી એન.ડી. કોવાણીનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર એન.આઈ. બ્રહ્મભટ્ટ અને નાયબ મામલતદાર જે.આર. ધગલ તેમજ પુરવઠા નિરીક્ષક પી.એ. કહોરે વિસાવદરની રાજ ટ્રેડર્સ નામની કંપનીમાં દરોડો પાડીને રૂા. ૧.રપ કરોડની કિંમતનો ર,૩૧,૩૦૭ લીટર એલડીઓ બાયોડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો હતો. કુલ ૧૪ ટેન્કમાં આ જથ્થો રાખવામાં આવેલ હતો. ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવેલ હોવાનું અને મશીનરી સીલ કરી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. આ અંગે મામલતદાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પકડાયેલ બાયોડીઝલનો જથ્થો ફોરેન્સીક લેબોરેટરી માટે મોકલવામાં આવેલ છે. બાદ જે પ્રમાણે રીપોર્ટ આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews