જૂનાગઢ સહિત રાજયભરના પ્રાણી સંગ્રહાલય આજથી મુલાકાતીઓ માટે ખુલ્યા

જૂનાગઢ સહિત રાજયભરનાં પ્રાણી સંગ્રહાલયને અનલોક કરવાની જાહેરાતને પગલે હવે મુલાકાતીઓ ઝૂ ની મુલાકાત લઈ શકશે. જાે કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ૦૦ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. સક્કરબાગ ઝૂ ની મુલાકાત લેનાર તમામ લોકોએ કોરોનાની સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકતા પહેલાં તમામ પાંજરાઓનું સેનીટાઈઝેશન કરવા સાથે યોગ્ય તકેદારી લઈ સાફસફાઈ કરવામાં આવેલ છે. મુલાકાતીઓએ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. સમગ્ર ગુજરાતના પ્રાણી સંગ્રહાલય લોક કરવા સાથે કેટલાક નિયમોનું પાલન ફરજીયાત કરવાની સરકારે ગાઈડલાઈન જારી કરેલ છે જેમાં ૧૦ વર્ષથી નીચેના અને ૬પ વર્ષથી ઉપરની મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં. મુલાકાતીઓનું થર્મલ ગનથી ચેકીંગ અને સેનીટાઈઝેશન કર્યા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે. મુલાકાતીઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, માસ્ક નહીં પહેરનાર કે માસ્ક કાઢનાર મુલાકાતી પાસેથી દંડની વસુલાત કરાશે. માછલી ઘર, એમ્યુઝમેન્ટ પાર્કને હાલ પૂરતાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તમાકુ, પાન, માવા, ગુટખા કે સિગારેટ તેમજ ખાદ્ય પદાર્થ કે અન્ય કોઈપણ સામાન સાથે મુલાકાતીઓ પ્રવેશ કરી શકશે નહીં. બગીચો ખોલવામાં નહીં આવે અને કેન્ટીનમાં પીવાનું પાણી, નારિયેળ પાણી તેમજ જયુસ મળી શકશે તેમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેકટર ડો. અભિષેક કુમારે જણાવ્યું હતું. કોરોના કાળમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રાણી સંગ્રહાલયો બંધ રહ્યા બાદ આજથી ખુલી રહ્યા છે ત્યારે પ્રવાસી જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને જૂનાગઢ સહિત રાજયના જુદા જુદા શહેરોમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસી જનતાનો ધસારો જાેવા મળી રહ્યો છે. આ દરમ્યાના આજથી દેવળીયા લાયન સફારી પાર્ક શરૂ કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે જ પાંચ જીપ્સી દેવળીયા પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓને રવાના કરવામાં આવેલ છે. જાે કે, કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહેલ છે.

આજથી દેવળીયા લાયન સફારી પાર્ક શરૂ થયેલ છે. પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓ સાથે પાંચ જીપ્સી દેવાળીયા પાર્કમાં રવાના કરવામાં આવી છે અને કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!