જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગતરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગતરાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને ભવનાથ ક્ષેત્રમાં પણ ભારે વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યાં હતાં. અનરાધાર વરસાદને કારણે ગિરનાર પર્વત ઉપર પુનમ ભરવા જનાર યાત્રીકોએ ભવનાથમાં જ રોકાણ કરવું પડયું હતું. દરમ્યાન જનમત ગૃપના સભ્ય ધર્મેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ મિત્રો સાથે પુનમ ભરવા ગિરનાર ઉપર જવાના હતા પરંતુ ભવનાથ તળેટીમાં જ ધોધમાર વરસાદને પગલે લંબે હનુમાન મંદિર પાસે જ રોકાણ કરેલ હતું. હવામાન વિભાગના જણાવાયા મુજબ ગઈકાલે વરસેલ વરસાદના આંકડા મી.મી.માં આ મુજબ છે જેમાં જૂનાગઢ શહેર ૩૦ મી.મી., જૂનાગઢ ગ્રામ્ય ૩૦, ભેંસાણ ર૭, મેંદરડા-પ, માળીયાહાટીના ર૭, વંથલી ૩૪ અને વિસાવદરમાં ૧૦૦ મી.મી. વરસાદ વરસ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!