શનિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શરદ મહોત્સવ ઉજવાશે

0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.૩૧ ઓકટોબરને શનિવારનાં રોજ રાત્રે ૮-૩૦ કલાકે શરદ પૂર્ણિમાં નિમીતે શરદ મહોત્સવ ઉજવનાર છે. મંદિરના કોઠારી શાસ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ)વાળા અને કોસ્વા પુરૂષોતમ પ્રકાશદાસજી (પી.પી.સ્વામી)એ જણાવ્યું હતું કે રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદથી મંદિરના પટાંગણમાં શરદ પૂર્ણિમાં નિમીતે અ.મુ.સ.મુ. ગુણાણીતાનંદ સ્વામીની જન્મ જયંતિ હરિકૃષ્ણ મહારાજ રાધારમણદેવના સાનિધ્યમાં શરદ મહોત્સવ ઉજવનાર છે. જેમાં ગૌ સેવા મહેર રાસમંડળી કોટડા (પોરબંદર) રાસની રમઝટ બોલાવશે. પ્રેમસ્વરૂપદાસજીએ વધુમાં જણાવેલ કે શનિવારથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે અને હાલમાં ઉતારા અન્નક્ષેત્ર સંપુર્ણ બંધ રહેશે. તેમજ દર્શન દરરોજ સવારે પ-૩૦ કલાકથી બપરે ૧ર વાગ્યા સુધી અને બપોરે ૩-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી ભાવિકો માટે ફુલટાઈમ દર્શન ખુલ્લા મુકાશે અને વર્તમાન કોરોનાની સ્થિતિને લઈ સૌ હરીભકતો દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરી સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવા અંતમાં સ્વામીએ અપીલ કરી છે.
કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન દેવનંદનદાસજી ધર્મકિશોર સ્વામી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!