જૂનાગઢનાં શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં સુલેખાન સ્પર્ધા યોજાય હતી. આ તકે ફર્સ્ટ પ્રાઇઝ શિવાંગી હરેશભાઇ રાઠોડ(ખડિયા), સેકન્ડ પ્રાઇઝ જોટંગિયા રૂદ્ર જીજ્ઞેશભાઈ (શાપુર) અને થર્ડ પ્રાઇઝ સરશિયા સંધ્યા કે.(નાના કાજલિયારા)ને શાપુર પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઇ પરમાર, શિક્ષિકા કાચા બીનાબેન ધર્મેન્દ્રભાઈ, અગ્રણીઓની ઉપસ્થિતિમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના એમ.ડી. પીયૂષભાઈ કુબાવત અને સ્ટાફના હસ્તે સુલેખાન સ્પર્ધાનું ફાઇનલ પરિણામ આપીને વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ, પેન પેન્સિલનો સેટ અને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. એમ.ડી. પીયૂષભાઈ કુબાવતે હાલમાં જ તેની આ બીજી બ્રાન્ચ શાપુરમાં ખોલી છે અને તેમની મેઇન બ્રાન્ચ જૂનાગઢમાં મધુરામ ખાતે આવેલી છે. તેમનો ઉદેશ્ય એ છે કે ગામની આમ જનતાને સરકારી બેંકોની તમામ યોજના ગામના છેલ્લા નાગરિક સુધી પહોંચે અને ગામના બધા જ લોકોને ફાઇનાન્સિયલ એડવાઈઝ કરવી જેથી તેમનો લાભ બધા જ લઈ શકે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews