કલ્યાણપુરના મેવાસા ગામનો શખ્સ ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાયદો અને વ્યવસ્થા અંગેની કાર્યવાહી વધુ સુદ્રઢ રીતે કરવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા થતા હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતો નરેશ ભીખાભાઈ પરમાર નામના ડફેર યુવાનને પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઇ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ અજીતભાઈ બારોટ, વિશ્વજીતસિંહ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!