ગુજરાતમાં હેરિટેજ સિટી અમદાવાદ સહિત અનેક ઐતિહાસિક શહેરો અને પ્રવાસીઓને આકર્ષી શકે તેવા અસંખ્ય સ્થળો અને રાજ્ય સરકાર દ્વારા રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત જેવા દેશ-વિદેશના મહેમાનોને આકર્ષવા અનેક ઉત્સવો કરાતા હોવા છતાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું છે.
દેશભરના રાજ્યોની સરખામણીમાં વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હોય તેવા રાજ્યમાં ગુજરાતનો ક્રમ છેક બારમો છે. કેન્દ્રીય ટુરિઝમ વિભાગના માર્કેટ રિસર્ચ એન્ડ સ્ટેટેસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત બારમા સ્થાને છે. જે બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, પંજાબ જેવા રાજ્યો કરતાંયે પાછળ છે. આ વિભાગના આંકડા મુજબ જાેઈએ તો વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં છ લાખ કરતાંયે ઓછા વિદેશી પર્યટકો આવ્યા હતા. જ્યારે આ જ સમયગાળા દરમ્યાન દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ તમિલનાડુમાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર નાખીએ તો ગુજરાતમાં કુલ ૨૧,૮૬,૨૯૮ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે આ જ સમયગાળા દરમ્યાન તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં બે કરોડથી વધુ વિદેશી પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષી શકે તેવા અનેક જાેવાલાયક સ્થળો છે જેમાં એશિયાની શાન ગણાતા સિંહો માટેનું નિવાસ્થાન ગીરનું અભ્યારણ, ઐતિહાસિક ઈમારતો અને હેરિટેજ સ્થાપત્યો ધરાવતું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, પાટણની રાણકી વાવ, કચ્છનું સફેદ રણ, ધોળાવીરા, લોથલ ઉપરાંત અનેક નાના-મોટા બીચ અને કુદરતી સૌંદર્યથી ભરપુર શહેરો હોવા છતાં પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે. આ માટેનું મુખ્ય કારણ ઉદાસીનતા છે. રાજ્ય સરકાર દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત રાજ્યની મુલાકાતે આવે અને પ્રવાસનને વેગ મળે એ માટે નવરાત્રી મહોત્સવ, રણોત્સવ, પતંગોત્સવ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું પણ આયોજન કરે છે. તેમ છતાં વિદેશી મહેમાનોએ સમય દરમ્યાન ખાય-પી જલસા કરી ચાલ્યા જાય છે અને આખા વર્ષ દરમ્યાન ડોકાતા નથી. દેશમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં તમિલનાડુનો ક્રમ પ્રથમ આવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર, પંજાબ, ગોવા અને કર્ણાટકનો નંબર આવે છે. જ્યારે ગુજરાત ૧૨મા ક્રમે આવે છે. ગુજરાતમાં ગત વર્ષે ૫,૯૫,૬૦૭ અને છેલ્લા પાંચ વર્ષમાં જાેઈએ તો ૨૧,૮૬,૨૯૮ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી
હતીે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews