રાજય અને દેશના રાજકારણમાં અનેકવાર નેતાઓ પક્ષપલટો કરે છે ત્યારે તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવે છે. જયારે આવુ કરનારા પક્ષપલટું નેતાઓ અંગત કારણે કોઈ એક રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી અન્ય પાર્ટીમાં જાેડાતા હોવાથી ચૂંટણીપંચને ફરીવાર પેટાચૂંટણી યોજવી પડે છે. જેના કારણે ચૂંટણી ખર્ચ લોકોના ટેકસમાંથી એકત્ર નાણાં ઉપર પડે છે. ત્યારે પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચની રકમ વસૂલવા ચૂંટણી ખર્ચ આવા પક્ષ પલટુઓ ઉપર નાખવામાં આવે એ પ્રકારના નિયમો ઘડવાની માંગ સાથે એક જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈપણ બેઠક ઉપર ચૂંટણી યોજવામાં ૧થી ર કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હોવાનું સામે આવ્યું છે. અરજદાર એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિસકવોલિફિકેશનને ટાળવા માટે ધારાસભ્યો અંગત કારણો આપી એક રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી અન્ય રાજનૈતિક પક્ષ સાથે જાેડાઈ તેમની ટિકિટ ઉપર ફરીવાર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા થાય છે. પક્ષપલટુ ધારાસભ્યોના આ પ્રકારના અંગત લાભના લીધે પ્રજાના પૈસાનું નુકસાન થાય છે, જેથી કોઈપણ ધારાસભ્ય તેની ટર્મ પૂરી ના થાય ત્યાં સુધી રાજીનામું આપી શકે નહીં તેવા નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી છે. નોંધનીય છે કે વર્ષ ર૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા ૭૭ ધારાસભ્યો પૈકી ૧પ ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપ સાથે જાેડાયેલા છે અને આ ૧પ પૈકી ૧૦ ધારાસભ્યોએ શાસક પક્ષ ભાજપમાંથી ટિકિટ મેળવી ફરીવાર ચૂંટણી લડી છે. ડિસકવોલિફિકેશનને ટાળવા માટે આ પ્રકારનો વ્યૂહ અપનાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પક્ષપલટુ ધારાસભ્ય પાસેથી પેટાચૂંટણી યોજવાનો ખર્ચ વસુલવામાં આવે તેવા નિયમો ચૂંટણીપંચ ઘડે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews