રાજયમાં જીએસએફસીનું ખાતર-બિયારણ વિતરણ સ્થગિત, ખેડૂતોની હાલાકી

0

ગુજરાત રાજયમાં જીએસએફસીનાં ખાતર અને બિયારણ માટે દરેક તાલુકા મથકોએ ડેપો આવેલા છે. જેનું સંચાલન જીએસએફસીની પેટા કંપની જીએસટીએસ દ્વારા થઈ રહ્યું છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો નહી ઉકેલાતા અનિશ્ચિત મુદ્દતની હડતાળનું એલાન આપતા ખાતરનું વિતરણ સ્થગિત થઈ ગયું હતું. કર્મચારી સંગઠનનાં આગેવાનોએ જણાવ્યું હતું કે ૩ વર્ષ સુધી ફિકસ પગારમાં રાજયમાં તાલુકા મથકોએ ૧૮૦ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમાંથી અમુકને પ્રોબેશન આપવામાં આવ્યા છે. અમુકને પ્રોબેશન અપાયા નથી. એજ રીતે ગમે ત્યારે વિનાકારણ ટ્રાન્સફર કરવામાં આવે છે. પગાર સહિતનાં પ્રશ્નો ઉકેલવા માટે વડોદરા સ્થિત વડી કચેરીમાં કરવામાં આવેલી રજૂઆતનો કોઈ ઉકેલ નહી આવતા રાજયભરનાં ડેપો ઈન્ચાર્જ અને એટેન્ડન્ટ હડતાળ ઉપર ઉતરી જતા ખાતર અને બિયારણનું વિતરણ અટકી પડતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!