નાતાલનાં પ્રારંભે જૂનાગઢમાં પરોઢીયે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ

0

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા પાંચેક દિવસથી ઠંડીનું જાેર રહેવા પામ્યું છે. એમાં પણ ભવનાથ ક્ષેત્રના ગિરનાર પર્વત ઉપર તો પાંચ થી છ ડિગ્રી જેવું ઠંડીનું તાપમાન જાેવા મળી રહયું છે. ખાસ કરીને વહેલી સવારનાં અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જાેવા મળે છે. રાત્રીનાં નવ વાગ્યા પછી શહેરની ગલીઓ, શેરીઓ અને રસ્તાઓ સુમસામ બની જતાં જાેવા મળે છે.
દરમ્યાન આજે રપ ડિસેમ્બર એટલે કે નાતાલ પર્વ છે અને નાતાલનાં પ્રારંભે જ જૂનાગઢમાં પરોઢીયે ફુલગુલાબ ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગનાં ધીમંતભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે આજે જૂનાગઢમાં ઠંડીનું તાપમાન નીચું ગયું હતું. મહત્તમ ૧૪ ડિગ્રી, લઘુતમ ૧૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને પવનની ગતિ પ્રતિકલાકે ૩.૮ ની નોંધાઈ છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જાેર વધવા પામ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. જૂનાગઢ શહેરનું તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચે જઈ શકે તેવી શકયતા છે. દરમ્યાન હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર કચ્છનાં નલીયામાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતમાં હવે ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે નાતાલનું પર્વ છે અને નાતાલ પર્વનાં આગમન સાથે જ શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે. ભેજનું પ્રમાણ વધતાં વહેલી સવારનાં માર્ગો ઉપર ઝાકળ વર્ષા પણ જાેવા મળી છે અને ધુમ્મસનું પ્રમાણ વધતા વાહન ચાલકોને મુશ્કેલીનો અનુભવ કરવો પડયો છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જાેર પણ વધ્યું છે અને આગામી ત્રણ દિવસ શીત લહેરનો માહોલ રહેનાર હોય લોકોે પણ ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!