સોમનાથ મંદિર અને ભૂમિના ભુગર્ભમાં બાંધકામ, ભુગર્ભ રસ્તાઓ અને ઇમારતો હોવાની શકયતા

0

પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મંદિરના ભુગર્ભમાં ત્રણ માળની ઈમારત હોવાનું આર્કીયોલોજી અને આઇઆઇટીએ સને ૨૦૧૭માં કરેલ સર્વેની કામગીરીના રીપોર્ટમાં બહાર આવ્યું છે. સોમનાથ મંદિર પરીસર અને ભૂમિમાં ચાર સ્થાળોએ ય્ઁઇ ઇન્વેસ્ટિગેશન થકી સર્વે કરાયેલ હતો. જેમાં બૌદ્ધ ગુફાના સ્થિળે ભુગર્ભ રસ્તાઓ અને મંદિરના દિગ્વિજય દ્વારના અને દેહોત્સેર્ગમાં હિરણ નદીના કાંઠે બાંધકામ હોવાની માહિતી રીપોર્ટમાં ટાંકવામાં આવી છે. રીપોર્ટમાં પ્રભાસતીર્થની ભૂમિના ભૂગર્ભમાં જ્યાં બાંધકામ હોવાનું મનાય છે એ ૨ થી ૧૨ મીટર સુધી જમીનની અંદર વાઈબ્રેશન પણ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ અંગે સોમનાથ ટ્રસ્ટના સ્થાનીક ટ્રસ્ટી એવા નિવૃત પ્રોફેસર જે.ડી. પરમારે જણાવેલ કે, વર્ષ ૨૦૧૭માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં પ્રભાસતીર્થની ભૂમિ અને સોમનાથ મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. તેમની સુચનાથી આ અંગેની કામગીરી આઈઆઈટી ગાંધીનગરને સોંપાઈ હતી. આઇઆઇટી ગાંધીનગર દ્વારા તેની ૪ સહયોગી સંસ્થાના આર્કીયોલોજીના નિષ્ણાંતોની ટીમ ફેબ્રુઆરી ૨૦૧૭માં સોમનાથ આવી હતી. સોમનાથ અને પ્રભાસપાટણમાં કુલ
૪ સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટીગેશન થકી સર્વેની કામગીરી કરી હતી. જેમાં ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનાં સ્થળો સામેલ હતાં. સર્વેની કામગીરી એકાદ દિવસ કરી ટીમ પરત ફરી હતી. ચારેક માસ બાદ ૨૦૧૭માં જ તેનો ૩૨ પાનાનો રીપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.
ટ્રસ્ટી જે.ડી. પરમારે વધુમાં જણાવેલ કે, આ રીપોર્ટ મુજબ પ્રભાસપાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભુગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે. ત્યાં ભૂગર્ભમાં ૩ માળનું મકાન હોવાનું માલૂમ પડ્યું છે, જેમાં એક માળ અઢી મીટર, બીજાે માળ ૫ મીટર અને ત્રીજાે માળ સાડાસાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે. જયારે બૌધ્ધ ગુફાઓના સ્થળે ભુર્ગભમાં એકથી બીજી ગુફામાં જવાનો ભુર્ગભ માર્ગ હોવાની શકયતા છે. અને આ સ્થળ ઉપર જાેરદાર વાઇબ્રેશન આવતુ હોવાનું રીપોર્ટમાં જણાયુ છે.
ટ્રસ્ટી જે.ડી. પરમારે વધુમાં જણાવેલ કે, સ્કંદ પુરાણમાં ૧૪૦૦ વર્ષ પૂર્વે પ્રભાસપાટણની શું સ્થીતી હતી એ અંગે ૮૦૦૦ શ્લોકમાં માપ સહીત વિગતો આપી છે ત્યારે જાે આ દીશામાં આગળ વધવામાં આવે અને જાે કોઇ યુનીવર્સીટી પ્રોજેકટ રૂપે હાથ ધરે અને તેના નિષ્ણાંતો રીપોર્ટની વિગતોના આધારે સ્થળ નકકી કરે તો કયું સ્થળ કયાં હતુ તે ચોકકસ રીતે નકકી થઇ શકે અને એક ભવ્ય પ્રભાસપાટણ ૧૪૦૦ વર્ષ પહેલા કેવુ હતું અને ત્યારબાદ સમયાંતરે કયાં કયાં સ્થળો નાસ પામ્યા અને હાલ તેની સ્થિતિ શું છે એ બધો જ ઇતિહાસ બહાર લાવી શકીએ. જેના આધારે પ્રભાસપાટણ ભવ્ય ઇતીહાસ સામે આવી શકે છે અને ભવિષ્યમાં પ્રભાસપાટણ પણ વર્લ્ડ હેરીટેજ સીટી બની શકે તેવી શકયતા છે.
જાે કે, આઇ.આઇ.ટી ના વર્ષ ૨૦૧૭ના રીપોર્ટ બાદ આજે ચાર વર્ષ જેવો સમય વિતી ગયો છે પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ રીપોર્ટ અનુસંધાને કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ગાંધીનગરની ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના નિષ્ણાંતોની ટીમ આશરે રૂા.૫ કરોડની કિંમતનાં મોટાં મશીનો સાથે પ્રભાસપાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રી રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી ચાર સ્થળોએ સર્વે કરેલ હતો. જે સ્થળોએ ૨ થી ૧૨ મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના ઉપરથી નિષ્ણાંતો પોતાનો અભિપ્રાય આપે છે અને તેના ઉપરથી રિપોર્ટ તૈયાર કરતી હોવાનું ટ્રસ્ટી પરમારે અંતમાં જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!