રાજકોટ નાગરીક સહકારી બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, ૧૦ ઠરાવ સર્વાનુમતે મંજુર

0

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા.૨૬/૧૨/૨૦૨૦ને શનિવારે બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલીગેટ્‌સ ઉપસ્થિત રહ્યા હતા. બેંકનાં ચેરમેન નલિનભાઇ વસાએ અધ્યક્ષી ઉદ્‌બોધનમાં જણાવેલું કે, ‘વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં બેંકના સીઇઓ શર્માએ બેંકની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજુ કર્યો. હું હવે ગુણાત્મક સિદ્ધિ રજુ કરૂ છું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ પ્રાયોરિટી સેકટરમાં માર્ચ ૨૦૨૧ સુધીમાં ૪૫ % અને માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭૫ % ધિરાણ હોવું જાેઇએ. મને કહેતા આનંદ થાય છે કે આપણી બેંકે આજે આ સેકટરમાં ૮૫.૪૦ % ધિરાણ કર્યું છે. એવી જ રીતે વીકર સેકટરમાં મીનીમમ ધિરાણ ૧૨ % હોવું જાેઇએ તેને બદલે આપણી બેંકે ૨૯.૨૨ % ધિરાણ કર્યું છે. બેંકના કેપિટલ ફંડના ૦.૨ %થી વધુ નહિ એટલે કે રૂા. ૭૩ લાખથી ઓછું, કુલ ધિરાણ મીનીમમ ૫૦ % હોવું જાેઇએ. આપણી બેંકે તેમાં ૭૨.૧૮ % ધિરાણ કર્યું છે. બેંકમાં બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન સાથે દરેક શાખામાં શાખા વિકાસ સમિતિ કાર્યરત છે. શાખા વિકાસ સમિતિના સભ્યો અને ડેલિગેટ્‌સ સાથે ત્રિમાસિક મીટીંગ મળે છે. તેમના સૂચનોને આવકારી કાર્ય કરવામાં આવે છે. બેંકમાં નિયમિત ધોરણે ગ્રાહક મિલન યોજાય છે. ગત વર્ષે ૧૬ ગ્રાહક મિલન થયા. હાલમાં કોરોનાને કારણે ગ્રાહક મિલન યોજી શકાતા નથી. બેંકના ભવન મેઇન્ટેનન્સ માટે પોર્ટલ શરૂ થયું છે અને તે મુજબ ઝડપથી કાર્ય થાય છે.’ વાર્ષિક સાધારણ સભામાં કુલ ૧૦ ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણા સાથે સર્વાનૂમતે મંજૂર થયા હતા. ચૂંટણી અધિકારી ટી. સી. તીરથાણીએ ડિરેકટરોની ૭ સીટ માટે માધવભાઇ દવે, જીમ્મીભાઇ દક્ષિણી, હરિભાઇ ડોડીયા, હંસરાજભાઇ ગજેરા, કિર્તીદાબેન જાદવ, પ્રદીપભાઇ જૈન અને અર્જુનભાઇ શિંગાળાને બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા. બેંકનાં સીઇઓ-જનરલ મેનેજર વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની હાઇલાઇટ્‌સ રજુ કરતાં માહિતી આપી હતી કે, ‘બેંકની થાપણ રૂા. ૪,૭૦૨ કરોડ, ધિરાણ રૂા. ૨,૫૯૨ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂા. ૧,૫૯૩ કરોડ, સ્વભંડોળ રૂા. ૬૧૨.૯૧ કરોડ, સભાસદની સંખ્યા ૨,૮૪,૯૭૯ છે. બેંકનો સીડી રેશિયો ૫૫.૧૩ % છે. બેંકનું હોમ લોનમાં ૪૪૨ કરોડ, સોના ધિરાણમાં રૂા. ૬૭ કરોડ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં રૂા. ૬૯ કરોડનું ધિરાણ છે. અંબ્રેલા હેઠળ કો-કો બેંક (જામનગર) અને વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક આપણે ત્યાં જાેડાયેલા છે. સીટીએસમાં પણ વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક, ર્પાશ્ર્‌વનાથ કો-ઓપરેટીવ બેંક અને વિનાયક કો-ઓપરેટીવ બેંક જાેડાયેલા છે. ૮૮,૬૦૮ ખાતાઓ આધાર કાર્ડ સાથે લિંકડ છે. તેમાં ૨૬ કરોડ ૬૩ લાખ જમા થયા છે. ૨,૩૬,૩૩૮ ઇ-કોમ.ના વ્યવહાર થયા છે. નવા આયામોની વાત કરીએ તો, એસએમએસ બેંકિંગ, ઓનલાઇન ગોલ્ડ લોન ફોર્મ, ઓનલાઇન શેર એપ્લીકેશન પ્રોસેસ, ઓનલાઇન ડેવીએશન પ્રોસેસ, ઓનલાઇન પીએમઆર, ઓનલાઇન પ્રોસેસ ચાર્જ રિવોર્ડ એપ્રુવલ વગેરે છે.’ બિઝનેશ સેશનની કામગીરી બાદ બેંકના ડેલિગેટ્‌સ વિવિધ ક્ષેત્ર વરણ અને વિશિષ્ટ કામગીરીને બિરદાવતા, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી (એઈમ્સ-રાજકોટના કમીટી સદસ્ય), જ્યોતીન્દ્રભાઇ મહેતા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ચેરમેન તરીકે નિમણુંક), સીએ. કલ્પકભાઇ મણીઆર (ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજનામાં કમિટિ સદસ્ય તરીકે નિમણૂંક), સીએ. ગિરીશભાઇ દેવળીયા (ગુજરાત ર્સ્વનિભર શાળાઓની ફી નિયમન સમિતિ-એફઆરસીમાં સદસ્ય તરીકે નિમણૂંક), પ્રદીપભાઇ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝીક્યુટીવ કમિટિ મેમ્બર), ડો. બળવંતભાઇ જાની (કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રીટેશન’ સંસ્થાનની રચના માટેની કમિટિના સદસ્ય), હસમુખભાઇ હિંડોચા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ડિરેકટર), સીએ. નરેશભાઇ કેલા (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયનાન્સ એન્ડ બેંકિંગ કમિટિના મેમ્બર), પંકજભાઇ રાવલ (પત્રકારિત્વમાં ગોલ્ડમેડલ), હરેશભાઇ પરસાણા (કોર્પોરેટર-જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન), પલ્લવીબેન ઠાકર (કોર્પોરેટર-જૂનાગઢ મ્યુનિસિપલ કોપોર્ેરેશન)ને શાલ ઓઢાડી-પુસ્તક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. વાર્ષિક સાધારણ સભાના બિઝનેસ સેશન બાદની પરિવાર ગોષ્ઠિમાં ડો. સંજીવભાઇ ઓઝાએ મનનીય માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ‘કોઇપણ સંસ્થામાં ૪ પીલર હોય છે. મેનેજમેન્ટ, સભાસદ, ખાતેદાર અને સ્ટાફ. આ ચારે એકસૂત્રતાથી કાર્ય કરે તો જ સફળ સંસ્થા બને. સમાજ માટે, સમાજની, સમાજના ઉત્કર્ષ માટે વૈચારિક પ્રતિબદ્ધતા માટે કામ કરતી આ બેંક છે. સહુના હ્રદયમાં સંવેદનશીલતા અને પીડા છે એટલે જ સંસ્થાને વિકસાવી છે, વધાવી છે અને મજબુત કરી છે. ૬૬ વર્ષમાં બેંકે ઘણું કર્યું છે અને હજુ પણ ઘણું કરવાનું છે. ખરેખર તો, એક દિશા અને એક ગતિમાં કાર્ય કરે તે પરિવાર’. આ સમારોહમાં ડો. સંજીવભાઇ ઓઝા (રાજકોટ વિભાગ સંચાલક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પૂર્વ વાઇસ ચાન્સેલર-ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી), નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, સીએ. ગિરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), ડેલિગેટ્‌સ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં એ. એસ. ખંધાર, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, કિશોરભાઇ મુંગલપરા, ગોપાલભાઇ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે રાજકોટનાં જીલ્લા રજીસ્ટ્રાર ટી. સી. તીરથાણીએ સેવા આપી હતી. કાર્યક્રમનું આભારદર્શન જીવણભાઇ પટેલે અને સરળ-મનનીય સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું
હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews