Thursday, June 24

મેંદરડાના વિપ્ર પરિવારના વૃધ્ધે આઝાદીની ચળવળથી લઈ મોદી સરકાર સુધીનો યુગ જાેયો

0

મનસુખલાલ દલપતરામ ભટ્ટ, એટલે કે (મ. દ. ભટ્ટ) નાં નામથી જાણીતા અને જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં બરવાળા ગામે રહેતા ભટ્ટ પરિવારનાં આ વૃદ્ધની ઉંમર આજે ૧૦૦ વર્ષ થઈ જેને લઇ ભટ્ટ પરિવારનાં સભ્યોએ બરવાળા ગામે ઘેર ભેગા થઈ વિષ્ણુ પૂજન, માર્કંડ પૂજન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૪ દીકરા અને ૪ દિકરીઓનો પરિવાર ભેગો થયો.ગામના સરપંચ, ઉપસરપંચ, મંત્રી અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી પહેલાની વાત છે. તારીખ ૨૮-૧૨-૧૯૨૦નાં દિવસે મનસુખબાપાનો જન્મ સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે થયો હતો. ગરીબ બ્રાહ્મણ પરિવાર , ભાંડરડાંમાં ૧ ભાઈ અને ૧ બહેન જ હતા. અને નાની ઉંમરમાં, એટલે કે મનસુખબાપા પાંચ વર્ષના હતા ત્યારે જ માતાની છત્રછાયા ગુમાવી અને નાનપણમાં જ ૧૫ વર્ષની ઉંમરે જ મોણપરી ગામે પંડ્યા પરિવારની દીકરી મુક્તાબેન સાથે લગ્ન થયા. મનસુખ બાપાને સંતાનમાં ૪ દીકરા અને ૪ દીકરી, ગરીબી, છતાં બાપાનો રોટલો મોટો. ઘેર કોઈ મહેમાન આવે તો ભૂખ્યું ન જાય. સ્વભાવે આકરા, એટલે ખોટું ક્યારેય સહન ન કરે. પણ જાે રમૂજ ફેલાવે તો ગમે તેવો ડાયરો ખખડી પડે.
નવાબીકાળમાં તે સમયે તેઓએ પોલીસમાં નોકરી કરેલી. પરંતુ તેની દૈનિક પૂજા-પાઠની ક્રિયા એ સમયે પોલીસખાતામાં ચલાવી લેવામાં ન આવતી એટલે ધર્મ માટે પોલીસની નોકરી પણ છોડી દીધી. છ ધોરણ પાસ બાપા ગણિતમાં એટલા હોશિયાર કે તેણે એક ગણિતનું પુસ્તક બનાવી નાખ્યું અને શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા. જ્યારે ક્યાંય પણ સ્કૂલ નહોતી એ સમયે તેણે ચિત્રોડ ગીરમાં ગામઠી શાળા શરૂ કરી બાળકોને ભણાવ્યા. ત્યારે સરપંચ શિક્ષકોને પગાર આપતા. પછી સ્કૂલો શરૂ થઈ ત્યારે વાહન વ્યવહારની સગવડતા ન હોવાથી દરરોજ પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જતા અને ઘેર પાછા આવતા. શિક્ષક તરીકેની છેલ્લી ફરજ તેમણે ગઢાળી પે.સેન્ટર શાળામાં આચાર્ય તરીકે બજાવી અને વર્ષ ૧૯૭૯માં રૂપિયા ૧,૦૦૦ હજારના પગારથી નિવૃત્ત થયા. આજે તેમના પગાર કરતાં પેન્શન જ ખૂબ મોટું છે. આજના સમયે બાપાને રૂપિયા ૨૦,૦૦૦ પેન્શન મળે છે. બાપાએ જપ- તપ-દાન ઘણું કર્યું. આજે ૧૦૧ વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે પરિવાર તેમની સેવા કરી રહ્યો છે અને કહે છે કે, “બાપા તો અમારા ભિષ્મપિતા છે”.
ગરબી શરૂ કરાવી
જે સમયે દીકરીઓ ઘરની બહાર પગ ન ઓળંગી શકતી એ સમયે મનસુખબાપા શિક્ષક તરીકે માલણકા ગીર ગામે ફરજ બજાવતા હતા. કાઠી દરબારોનાં ગામમાં તેમણે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા દીકરીઓને રાસ-ગરબા રમવા ગરબી શરૂ કરાવી હતી.
ગાયત્રીનાં ઉપાસક
પહેલેથી જ બાપાને શિવજી અતિ પ્રિય હતાએટલે વર્ષો સુધી પાર્થેશ્વરની પૂજા કરી. અને ગાયત્રીનાં ઉપાસક પણ હતા. જ્યાં તેમની બદલી થાય તે ગામમાં હોમ-હવન અને ધુમાડાબંધ ગામ તો જમાડે જ. અત્યારે તેઓ યુવાનોને કહી રહ્યા છે કે, જાે બ્રહ્મત્વ ટકાવી રાખવું હોય તો સંધ્યા-પૂજા અને ગાયત્રી મંત્રની માળા કરવી જ
જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews