માગસર માસ દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું આક્રમણ રહયું છે. બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં ભારે વધારે થયો છે. ગઈકાલે ગિરનાર ઉપર ર.૮ ડિગ્રી ઠંડી રહી હતી. હજુ આવનારા દિવસો કોલ્ડવેવ સમા રહેશે તેવી આગાહી હવામાન વિભાગની છે. જૂનાગઢ શહેરનું તાપમાન આજે મેકસીમમ ૧૬.૦ છે. મીનીમમ ૧૦.૦પ, ભેજ ૪પ ટકા અને પવનની ગતિ ૭.૩ રહી છે. જયારે ગિરનાર ઉપર પ.૦ પાંચ ડિગ્રી તાપમાન છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડી બોકાસો બોલાવી રહી છે. લોકો રીતસરના થરથર ધ્રુજી ઉઠયા છે. દરમ્યાન હજુ પણ ત્રણ દિવસ સુધી આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જાેકે, ત્રણ દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત રહેશે તેવું પણ જાણવા મળતા લોકોને હાશકારો થયો છે. દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીએ જમાવટ કરી છે. પરિણામે લોકોને શિયાળાના અસલી મિજાજનો પરિચય મળી રહયો છે. આકરી ઠંડીથી બચવા માટે મોટાભાગના લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસિબ માન્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન જાેતા ત્રણ દિવસમાં ઠંડીમાં ૧૦.પ ડિગ્રીનો વધારો થયો હોય લોકો ધ્રુજી ઉઠયા છે. આકરી ઠંડીમાં રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. જયારે શહેરમાં ૭.૮ અને ગિરનાર ઉપર ર.૮ ડિગ્રી દાઢી ડગમગાવતી ઠંડી પડી છે. પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે. જાેકે, ત્રણ દિવસ બાદ લોકોને ઠંડીમાં આંશિક રાહત મળશે તેમ પણ જાણવા મળી રહયું છે. દરમ્યાન મંગળવારે લઘુત્તમ ૭.૮, મહત્તમ રપ.પ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભેજનું સવારે ૩૬ ટકા અને બપોર બાદ ૧૯ ટકા રહયું હતું. તેમજ પવનની ઝડપ ૬.ર કિમી પ્રતિ કલાકની રહેવા પામી છે. અને આજે મેકસીમમ ૧૬.૦, મીનીમમ ૧૦.૦પ, ભેજનું પ્રમાણ ૪પ ટકા અને પવનની ગતિ ૭.૩ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews