ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનારા દિવસોમાં ગિરનાર ખાતે બિરાજતા જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિરે દર્શન માટે ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવનાર છે. ર૪ ઓકટોબર ર૦ર૦નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર ખાતે સૌથી મોટા રોપ-વે પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. અને વિકાસની પ્રક્રિયાને વેગ અપાયો છે. આ દરમ્યાન અંબાજી માતાજીનાં મંદિરે ભાવિકોને દર્શનનો લાભ મળી રહયો છે. ગઈકાલે આદ્યશકિત માં અંબાજી શકિત પીઠ ખાતે દત્તજયંતિ મહોત્સવ અંતર્ગત દત્તયજ્ઞ તથા અંબાજી માતાજીની મહાપુજા કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા શ્રી તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા ગણપતગીરીબાપુના સાનિધ્યમાં સંસદ સભ્ય રાજેન્દ્ર ચુડાસમા, મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા, યોગીભાઈ પઢીયાર, જયોતિબેન વાછાણી તથા ઉડન ખટોલાના દિનેશ પુરોહિત સહિતના માઈ ભક્તો ઉપસ્થિત રહી દત્ત યજ્ઞ તથા માં અંબાજીના પુજન અર્ચન કર્યા હતા.
મોટા પીર બાવા તનસુખગીરીબાપુએ આજના યજ્ઞ તથા મહાપુજાનુ ફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને માં અંબાજીના આશીર્વાદ સાથે અર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દિલ્હી જઈ મોટા પીરબાવા તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા ગણપતગીરીબાપુ ગિરનાર રોપ વે શરૂ કરવાની યશશ્વી કામગીરી કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મહાપુજાનો પ્રસાદ તથા આશીર્વાદ રૂબરૂ મળીને આપીને ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પધારવાનું આમંત્રણ આપશે તેમ મોટાપીરબાવા તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews