જૂનાગઢ : ફૂટપાથ જ ગાયબ ! તંત્રનું ડેવલપમેન્ટ કે ડિમોલિશન ?

0

જૂનાગઢનાં જયશ્રી રોડ ઉપર ફૂટપાથ હતી જે કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓ અને અન્ય પ્રજાજનો માટે ખૂબ જ ઉપયોગી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમય પહેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિકાસના કાર્યમાં અડચણરૂપ હોય આ ફૂટપાથને તોડી પડાઈ હતી. પરંતુ હવે રસ્તા સહિતના અન્ય કાર્ય પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં હજુ સુધી આ ફૂટપાથને ફરી બનાવવામાં આવેલ ન હોય પ્રજામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. શહેરના હાર્દસમા રોડ ઉપરથી ફુટપાથ ગાયબ થઈ જતાં આ તંત્રનું આ ડેવલપમેન્ટ છે કે પછી ડિમોલિશન? તેવું જૂનાગઢ શહેરમાં ચારે તરફ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!