સુત્રાપાડામાં રૂા. ૬૫ લાખના ખર્ચે કોમ્યુનીટી હોલનું નિર્માણ કરાયું

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં લોક સુવિધાના કામો કરવા નગરપાલીકા હમેંશા અગ્રેસર રહે છે. થોડા સમય પૂર્વે ચોપાટીના નિર્માણ બાદ હવે ગરીબ-મઘ્યમ વર્ગના લોકો પ્રસંગ કરી શકે તે માટે કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. સુત્રાપાડામાં રૂા.૬૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ આધુનિક કોમ્યુમનીટી હોલનુ એક કાર્યક્રમમાં ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઇ બારડે લોકાર્પણ કરેલ હતુ. આ તકે જશાભાઇ બારડે ઉદબોધનમાં જણાવેલ કે, સુત્રાપાડામાં વસતા નાના-મોટા સમાજના તમામ લોકો પોતાના પ્રસંગો કરી શકશે. આ હોલ તમામ વર્ગના લોકોને પરવડે તેવા ભાડાથી આપવાનું આયોજન કરાયેલ છે. રાજય સરકારના સહકારથી સુત્રાપાડા નગરપાલીકા હમેંશા લોકોને જરૂરીયાત મુજબના સુવિધાના કામો કરવામાં અગ્રેસર રહે છે. જેમ કે, શહેરમાં તાજેતરમાં રૂા.૩ કરોડના ખર્ચે સામુહીક આરોગ્ય કેન્દ્ર તૈયાર કરાયેલ, હરવા-ફરવા માટે બાલ ક્રીડાંગણ સાથે ચોપાટીનું નિર્માણ કરાવેલ છે. સુત્રાપાડા શહેરના છેવાડાના સીમ અને વાડી વિસ્તારમાં રસ્તા, ડ્રેનજ અને પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની સુવિધા પુરી પાડવામાં આવી છે. આમ, રાજય સરકારની વિકાસયાત્રામાં સુત્રાપાડા ખંભે ખંભે મિલાવી આગળ વધી રહયુ છે. આગામી દિવસોમાં લોક જરૂરીયાત મુજબના વિકાસ કામો કરવાની ખાત્રી આપી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપસિંહ બારડ, વજુભાઇ મોરી, બાબુભાઇ ડોડીયા, અશ્વિનભાઇ બારડ, જેસીંગભાઇ બારડ સહીતના આગેવાનો અને નગરસેવકો હાજર રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!