રીક્ષામાલિકની મદદથી જૂનાગઢ પોલીસ દ્વારા મૂળ માલિકને કિંમતી સામાન પરત કરાયો

0

જૂનાગઢ મધુરમ સોસાયટીથી સુદામાં પાર્ક જવા તા. ૨૦-૧.૨૦૨૧ ના રોજ આશીષભાઇ ભટ્ટ તેમના પરિવાર સાથે રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં તેમના ૩ થેલા ભૂલાઈ ગયેલ હતા જેમાં તેઓની રૂા. ૧૫,૦૦૦ રોકડ રકમ, કપડા તેમજ અન્ય કિંમતી વસ્તુઓ સહિત અંદાજીત કિંમત રૂા. ૨૦,૦૦૦નો સામાન હતો જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ પી.જે.બોદર  તથા સ્ટાફને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા સી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા સુચના અપાઈ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ પી.જે.બોદર, ડી સ્ટાફના ગોવીંદભાઇ પરમાર, ચેતનસિંહ સોલંકી, કરણસીંહ ઝણકાત, સંજયભાઈ સિસોદિયા, ભગવાનજીભાઈ વાઢિયા, જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પ્રવિણાબેન કરંગીયા, પાયલબેન વકાતર સહિતની ટીમ દ્વારા બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા આશિષભાઈ ભટ્ટ અને તેમના પરિવાર જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર જીજે ૧૬ ઝેડ૩૦૪૮ શોધી કાઢવામાં આવેલ હતો. રીક્ષાના નંબરને આધારે રીક્ષા માલિકનું ડુંગરપુરનું સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષા માલિકને પોતાની રીક્ષામાં કોઇકનો કિંમતી સામાન હોવાનુ માલુમ પડ્યુ હતું તે પણ ફરીથી થેલો લઈને પરત આપવા માટે આવ્યા, પણ કોઈ મળી આવેલ નહોતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, જૂનાગઢ પોલીસ દ્વારા આશીષભાઇ ભટ્ટનો કિંમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનાપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને આશીષભાઇ ભટ્ટે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!