જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં શિયાળાની કાતિલ ઠંડી ફરી એકવાર આક્રમક બની છે. અને લોકોને ફરજીયાત ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન મહત્તમ ૧૩.૬ ડિગ્રી, મીનીમમ ૧૦.૦૪, ભેજ ૮૦ ટકા, અને પવનની ગતિ ર.પ છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જૂનાગઢ શહેરમાં પ દિવસ બાદ ફરી આકરી ઠંડીની લહેર ફરી વળી છે. ઠંડીમાં અચાનક વધારો થતા જનજીવન પ્રભાવિત થયું છે. દરમ્યાન ઉત્તરના મેદાની પવનોનાં કારણે ઠંડીમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહયું છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પ દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની ઉપર રહયો હતો. છેલ્લે ૧પ જાન્યુઆરીએ ૯.૮ ડિગ્રી ઠંડી પડી હતી. બાદમાં છેક પ દિવસ એટલે કે ર૦ જાન્યુઆરી સુધી ઠંડીનો પારો ૧૦ થી લઈને ૧૧.૬ ડિગ્રી સુધી રહયો હતો. સામાન્ય રીતે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે આવી જાય એટલે ઠંડીની અસર વર્તાઈ છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પ દિવસ બાદ ર૧ જાન્યુઆરીએ ફરી લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રીએ સ્થિર થઈ જતા લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. દરમ્યાન ગિરનારનાં પર્વત ઉપર કડકડતી ૪.૮ ડિગ્રી ઠંડી પડી હતી. પરીણામે પશુ, પક્ષી અને પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. દરમ્યાન ગુરૂવારે લઘુત્તમ ૯.૮ મહત્તમ ર૯.૪ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે ૭૭ ટકા અને બપોર બાદ ૩૧ ટકા રહયું હતું. તેમજ પવનની ઝડપ ૩.૮ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, શહેરમાં ફરી ઠંડીએ જમાવટ કરી છે. પરિણામે કડકડતી ઠંડીથી બચવા માટે શહેરીજનોને ફરી દિવસભર ગરમ કપડામાં વિંટળાઈ રહેવાની ફરજ પડી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews