નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ ધરી, જિલ્લાના તમામ થાણા અમલદારોને વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ભરડાવાવ પાસેથી તા. ૨૧-૮-૨૦૨૦ ના રોજ આરોપી નાગેશભાઇ શૈલેશભાઇ ગોસાઇ (બાવાજી ઉવ. ૨૫ રહે. ગણેશનગર, ગીરનાર, જૂનાગઢ)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા ચપટા નંગ ૪૩ કિંમત રૂા.૧૨,૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, આરોપીઓ નાગેશભાઇ શૈલેશભાઇ ગોસાઇ બાવાજી, દીલીપભાઇ રણછોડભાઇ કોળી (રહે. ગણેશનગર, ગીરનાર દરવાજા, જૂનાગઢ) તથા કમલેશ ઉર્ફે મચ્છર દુલાભાઇ સોલંકી (રહે. પ્રદીપ ખાડીયા, જુનાગઢ)ના વિરૂધ્ધમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, આ ગુન્હાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામા આરોપીઓ નાગેશભાઇ શૈલેશભાઇ ગોસાઇ બાવાજી અને કમલેશ ઉર્ફે મચ્છર દુલાભાઇ સોલંકીની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુન્હામાં આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળીનું નામ ખુલી ગયા બાદ આજદિન સુધી છેલ્લા પાંચેક મહિનાથી નાસતો ફરતો વોન્ટેડ હતો જેની અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતો નહોતો અને પોતાની ધરપકડ ટાળવા પોલીસ પકડથી દૂર હતો. ઉપરાંત તા. ૧૯-૧-૨૦૨૧ ના રોજ ગણેશનગરમાંથી ફરીવાર એક સગીર વયના બાળકને ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૭ સાથે પકડી પાડેલ અને આ  પકડેલ ઇંગ્લીશ દારૂ ઉપરોકત નાસતા ફરતા આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળીએ જ આપેલ હોવાનુ તપાસ દરમ્યાન ફરીથી ખુલવા પામેલ હતું જે બે ગુન્હાઓમાં વોન્ટેડ નાસતો ફરતો હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ વી.કે.ઉજીયા, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફનાં સમીરભાઈ રાઠોડ, મોહસીનભાઇ અબડા, જીલુભાઈ, વિક્રમભાઈ, વનરાજસિંહ, વિક્રમસિંહ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે  પ્રોહીબિશનના બે ગુન્હામાં વોન્ટેડ ફરાર આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી હાલ ગીરનાર દરવાજા પાસે હોવાની બાતમીને આધારે તેને ગીરનાર દરવાજા પાસેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી છેલ્લા પાંચેક માસથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એક ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ હતો અને જૂનાગઢ પોલીસ દ્વારા કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલ હતું જેના વિરૂધ્ધ તાજેતરમાં પણ ભારતીય બનાવટના વિદેશી દારૂનો બીજાે ગુન્હો પણ દાખલ થતા, બંને ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ? આ પહેલા કેટલી વાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવેલ છે ? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વી.કે.ઉજીયા, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!