દ્વારકામાં યાત્રિક મહિલાનાં થેલાની લૂંટ કરનાર શખ્સ ઝડપાયો

0

દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દિલ્હીની યુવતીનો થેલાની લૂંટ કરી નાસી ગયેલ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ દિલ્હી ખાતે રહેતી એક યુવતી દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દરમ્યાન સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જવા રવાના થઈ રહી હતી ત્યારે તેણીએ બગલમાં લટકાવેલ થેલો કે જેમાં લેપટોપ, એટીએમ કાર્ડ, કિંમતી ઘડિયાળ તથા અગત્યના ડોક્યુમેન્ટ હતા તે લઈને એક શખ્સ લૂંટ કરી નાસી ગયો હતો. પોલીસે તત્કાલિક સીસીટીવીના ફૂટેજને આધારે શોધખોળ શરૂ કરી હતી અને આ શખ્સને દ્વારકાના રિલાયન્સ રોડ ઉપરથી માત્ર એક કલાકમાં ઝડપી લઈ પુછપરછ કરતા આ શખ્સે પોતાનું નામ વિવેક કાંતિભાઈ મોખા હોવાનું અને દ્વારકામાં જલારામ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ અંગે દ્વારકા ઈનચાર્જ પીઆઇ ઝાલા, જનકસિંહ, બડુભા, નરેશભાઈ ગોજીયા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!