ઉના : બોટે જળસમાધી લીધી

0

ઉના તાલુકાના દરીયાઇ કાંઠે આવેલ સૈયદ રાજપરા બંદર ગામના મધ દરીયામાં બોટનું મશીન ખરાબ થતાં અને અચાનક દરીયાના પાણી બોટમાં ધુસી જતાં બોટ જળસમાધી લીધી હતી. જ્યારે બોટમાં રહેલા તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. સૈદય રાજપરા ગામે રહેતા બાબુભાઇ રામાભાઇ ગોહીલની ગણેશ પ્રસાદ નામની બોટમાં સાત ખલાસીઓ સાથે મધ દરીયામાં દિવસ દરમ્યાન માછીમારી કરવા ગયેલા હતા અને સૈયદ રાજપરા બંદરથી ૧૫ નોટીકલ માઇલ દૂર માછીમારી કરતા હોય રાત્રીના સમયે તમામ માછીમાર ખલાસીઓ બોટમાં સુતા હતા. એ વખતે બોટનું મશીન અચાનક બંધ પડી ગયેલ હોય અને મધદરીયામાં કરંટ હોવાના કારણે દરીયાના ઉછળતા મોજાના પાણી બોટના અંદર ઘુસી જતાં બોટ દરીયાના પાણીમાં ડુબવા લાગી હતી. ત્યારે માછીમારો પોતાનો જીવ બચાવવા એકાએક દરીયાના પાણીમાં કુદવા લાગ્યા હતા અને રાડારાડ કરતા નજીકમાં રહેલી અન્ય બોટના માછીમારોને જાણ થતાં તાત્કાલીક તમામ ખલાસીઓનો પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવી લેતા બોટના તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો અને બોટ દરીયામાં જળસમાધી લેતા બોટ માલીકને લાખો રૂપિયાનું ભારે નુકસાન થયેલ હતું. જાેકે આ બોટની જળસમાધી લેતા સૈયદ રાજપરા બંદર કાંઠેથી અન્ય બોટો દ્વારા બોટનો કાટમારી કાંઠે લાવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!