જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ખાતે આવેલી શ્રીમતી વી.એમ. ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે વી.એમ.ચાંડેરા કોલેજ અને સરદાર પટેલ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિક્ષકો, આગેવાનો અને યુવાનો દ્વારા પોતાનું કિંમતી રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત સ્વામી નારાયણ મંદિરના સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ, કોલેજ સંચાલક ડો. વેજાભાઈ ચાંડેરા દ્વારા દીપપ્રાગટય કરી કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રીમતી વી.એમ. ચાંડેરા કોલેજના સંચાલક વેજાભાઈ ચાંડેરાની ૧૩મી લગ્ન વર્ષગાંઠ નિમિતે યોજયું હતું. લોકો વર્ષગાંઠ નિમિત્તે જુદી જુદી રીતે પાર્ટીઓ કરી ઉજવણી કરતા હોય છે જ્યારે ડો. વેજાભાઈ ચાંડેરાએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લગ્ન વર્ષગાંઠ નિમિત્તે રક્તદાન કેમ્પ કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews