વેરાવળ જીઆઇડીસીમાંથી સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીયને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો

0

વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ભગાડી ગયેલા શખ્સને મધ્યપ્રદેશ ખાતેથી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ સામે અપહરણ તથા પોકસો હેઠળનો ગુનો નોંધાયો હતો.
આ અંગે સીટી પીઆઇ ડી.ડી. પરમારે માહિતી આપતા જણાવ્યું કે, વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી ગત તા.૧૧/૧/૨૧ ના રોજ સગીર વયની દીકરીને સાથે મચ્છીનો કામ- ધંધો કરતો શખ્સ સની કોલીયા ગોદડીયા રહે.મધ્યપ્રદેશવાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી મધ્યપ્રદેશ ખાતે ભગાડી ગયો હતો. જે અંગે વેરાવળ પાલીસમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપીને ઝડપી લેવા પીએસઆઇ બી.એન. મોઢવાડીયા સહિતના સ્ટાફની એક ટીમને તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલવામાં આવેલ હતી. જયાં ટીમે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કાલીદેવી પોલીસના હદ વિસ્તારમાંથી આરોપી સુનિલ ઉર્ફે સની કોલીયાભાઇ ગોદડીયા રહે. શિંઘાડા, તા.માનવર જી.ધાર-મધ્યપ્રદેશવાળાને તથા ભોગ બનનારને ઝડપી લેઇ વેરાવળ ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપનાર ટીમમાં દેવદાનભાઇ, વજુ ઉગાભાઇ, પ્રવિણ ગોવિંદભાઇ રાધિકા જેશીંગભાઇ, કુસુમ નાથાભાઇએ ફરજ બજાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!