વેરાવળ મંડપના ધંધાર્થીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૨.૬૦ લાખની ઘરફોડીને અંજામ આપ્યો

0

વેરાવળમાં યોગી વિદ્યાલય પાછળ આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સર્વીસના ધંધાર્થી પરીવાર સાથે ઘર બંધ કરી નજીકના ગામે સાળાના ઘરે ગયેલ હતા. ત્યારે રાત્રીના સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાથી અડધા લાખની રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૨.૬૦ લાખની ચોરી કરી ગયાની ધંધાર્થીએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ શહેરમાં યોગી વિદ્યાલય પાછળ આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા કરશનભાઇ કાનાભાઇ ઝાલા તેમના પરીવારજનો સાથે ઘર બંધ કરી તા.૩૧મી જાન્યુઆરીને બપોરના સમયે નજીકના મોરડીયા ગામે સાળાના ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવેલ હોવાનું બીજા દિવસે સવારે પાડાશીઓના ધ્યાને આવતા કરશનભાઇ ઝાલાને જાણ કરી હતી. ત્યારબાદ કરશનભાઇ ઝાલાએ પરત આવી ઘરમાં તપાસ કરતા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળાને નકુચો તોડી દરવાજાે ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી સોનાનો નેકલેસ સાડા ૩ તોલા આશરે રૂા. ૧.૨૦ લાખ, સોનાનો પેન્ડલ સેટ ૨ તોલા આશરે રૂા.૭૦ હજાર, કાનની કડી અડધો તોલા આશરે રૂા.૧૭ હજાર, ચાંદીના સાંકળા આશરે રૂા.૩ હજાર તથા એક સ્ટીલના ડબ્બામાં રહેલા રોકડા રૂા.૫૦ હજાર મળી કુલ રૂા.૨.૬૦ લાખની ચોરી થઇ હોવાનું જણાયેલ હતું. જેથી ધંધાર્થી કરશનભાઇ ઝાલાએ અજાણ્યા તસ્કરો સામે રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૨.૬૦ લાખની ચોરી થઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોશ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!