કોડીનાર તાલુકાના બોડવા ગામના મહિલા સદસ્ય નંદુબેન બાબુભાઈ રાઠોડની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા આ મર્ડર કેસનો ભેદ કોડીનાર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યારાને દબોચી લીધો હતો. વિગત મુજબ બોડવા ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય ગત મંગળવારે સાંજે ૭ કલાકે વાડીએ મજૂરી કામ માટે ગયા બાદ ગાયબ થઈ જતા અને બીજા દિવસે સવારે ગામ નજીક ખેતરમાંથી નંદુબેનની ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવતા કોડીનાર પોલીસે આ ખૂન કેસનો ભેદ ઉકેલવા અને હત્યારાને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી શંકાના આધારે દિપક પ્રેમજી સોસા રહે. બોડવાને પકડી પાડી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પૂછપરછમાં દિપક પ્રેમજી સોસા ભાંગી પડી પોતાના અને મૃતક નંદુબેન વચ્ચે પ્રેમ સંબંધ હોય નંદુબેન અવારનવાર પૈસાની માંગણી કરતા હોય અને પૈસા ન આપે તો તેમના પ્રેમ સંબંધની જાણ દિપકના માતા-પિતા અને ગ્રામજનોને કરી દેવાની ધમકી આપતા હોય ઘણા લાંબા સમયથી પૈસા આપી માનસીક રીતે ત્રાસી જતાં પીછો છોડાવવા નંદુબેનનું ખુન કર્યું હોવાની કબૂલાત કરતા કોડીનાર પોલીસને ગણતરીના કલાકોમાં મર્ડર કેસ ઉકેલવામાં સફળતા મળી હતી. આ મર્ડર કેસ ઉકેલવા અને આરોપીને પકડી પાડવા પી.આઈ. એસ.એન.ચુડાસમા, પી.એસ.આઈ. જે.આર.ડાંગર સહિત ડી.સ્ટાફ અને ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાન્ચએ ટીમવર્ક દ્વારા પ્રશંશનીય કામગીરી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews