ઉના : ખજુદ્રાના સામાકાંઠા વિસ્તારનાં લોકોએ સ્થાનીક ચુંટણીનો બહિષ્કાર કર્યો

0

ઉના તાલુકાના ખજુદ્રા ગામના શાહી નદીની અંદર પુલ નાળુ નેતાઓ, સરકારી તંત્ર દ્વારા ન બનાવતા શાહી નદી કિનારે વસતા અનેક પરિવારના લોકોને પડતી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે સ્થાનિક લોકો સાથે મળી ખજુદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ ભાણજીભાઈ સોલંકીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી અને ઉના પ્રાંત કચેરીએ લેખિત રજૂઆત કરી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો અને રોડ રસ્તાઓ ઉપર બેનર બોર્ડ મારી સ્થાનિક ચુંટણીનો વિરોધ કર્યો હતો. ખજુદ્રા ગામના સામાકાંઠા વિસ્તારના અનેક પરિવારના લોકોએ વર્ષોથી સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને રજુઆત કરી ચુકયા છે.
અત્યાર સુધી બે થી ત્રણ લોકોના શાહી નદીની અંદર પુરમાં તણાઈ જવાથી મૃત્યુ થયા છે અનેક પ્રાણીઓ પણ ભોગ બન્યા છે. સતત પાંચ વર્ષથી સ્થાનિક લોકો રજુઆત કરી રહ્યા છે અને શાહી નદી ઉપર પુલ નાળુ બનાવવા માટે ચુંટણી સમયે નેતાઓ વચનો આપી જાય છે અને ચુંટણી પૂરી થઈ ગયા પછી કોઈ અધિકારીઓ કે સરકારી તંત્ર શાહી નદીના કિનારે વસતા લોકો માટેની કાયમી સમસ્યાનો હલ પુછવા માટે આવતા નથી. ખાસ કરીને ખજુદ્રા ગામથી ગરાળ બાયપાસ રસ્તો શાહી નદી ઉપરથી પસાર થાય છે જેના કારણે ચોમાસા દરમ્યાન હજારો લોકોને અનેક ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!