કેન્દ્ર સરકારના બજેટ અંગે રાજયસભામાં સંબોધન કરતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂત આંદોલન સહિત ગુજરાતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેમણે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરવાની સરકારની વાતો સામે યાર્ડમાં મંદીના ઓછાયાની હકીકત રજૂ કરી હતી તો કેન્દ્રીય નાણાંમંત્રી સામે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, નાણાંમંત્રી પોતાના પી.એ.-પી.એસ.ને પસંદ કરવા આત્મનિર્ભર નથી તો બજેટ આત્મનિર્ભર ક્યાંથી હોય ? રાજ્યસભામાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશે બોલતા ગુજરાતના સાંસદ શક્તિસંહ ગોહિલે કેન્દ્ર બજેટનેગરીબ, મધ્યમ વર્ગ અનેસિનિયર સિટિઝન સાથે એક મોટા છળ સમાન ગણાવતા કહ્યું હતું કે ખાસ કરીને ૬૦ વર્ષની ઉપરના લોકો સિનિયર સિટિઝનની વ્યાખ્યામાં સમાવિષ્ટ હોવા છતાં ૭પ વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકોને ટેક્ષનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે અને તેમાં પણ ઈન્ટરનેટ ઉપર ચીજ વસ્તુના વેપારની જેમ ‘ટર્મ્સ એન્ડ કંડિશન એપ્લાય’ એવી ગર્ભિત જાેગવાઈ રાખી છે. તેમણે ઉમેર્યું હતું કે, જે લોકો આજે સત્તામાં બેઠા છે અને એજ લોકો અહીં વિરોધ પક્ષમાં બેસતા હતા ત્યારે એવી દુહાઈ દેતા હતા કે આપણો દેશ એક વિકાસ કરી રહેલો દેશ છે લોકોની આવક વધે છે, આવક વેરાનો સ્લેબ ઓછામાં ઓછો રૂા.૧૦ લાખ કરવો જાેઈએ આજે એજ લોકોએ આવકવેરામાં કોઈ સ્લેબ વધાર્યો નથી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે આ સરકાર એક તરફ શિપ બ્રેકિંગની ક્ષમતા ડબલ કરવાના ઢોલ પિટે છે. પરંતુ પાછલા પાંચ વર્ષની સરેરાશ જાેશો તો ખ્યાલ આવશે કે આજે અલંગમાં પપથી ૭પ પ્લોટ કાયાર્ન્વિત છે તેનું કારણ આ સરકારની નીતિ છે. બહારથી આવતા સ્ક્રેપ ઉપરની ડ્યુટી શૂન્ય કરો છો જ્યારે શિપબ્રેકિંગ ઉપર અઢી ટકા ડ્યુટી લાદો છો. હજારોને સીધી રોજગારી આપતા અલંગના કારણે રિરોલિંગ મિલ સારી ચાલે છે. તેમણે સ્ટીલ ઓથોરિટી કંટ્રોલના એક ઓર્ડરને ટાંકતા કહ્યું હતું કે આ ઓર્ડર મુજબ અલંગના સ્ટીલનો ઉપયોગ સ્ટીલ બાર બનાવવામાં કરી શકાશે નહીં. તેમણે જણાવ્યું કે ગુણવત્તા ચોક્કસ જળવાવી જાેઈએ પરંતુ ર૦ એમ.એમ.ના બાર બનાવવા માટે મંજૂરી આપવી જાેઈએ. આ બજેટના કારણે ઈલેક્ટોનિક સામાન, સુતરાઉ કાપડ, સિલ્ક, પ્લાસ્ટિક, ઊર્જાના સાધનો, બલ્બ, એ.સી.ચામડુ વગેરે મોઘું થશે. રાજ્યના હિત અંગે તેમણે કહ્યું હતું કે રાજ્યને કેન્દ્રની કરની આવકમાંથી હિસ્સો મળતો અટકાવવા ટેક્ષના બદલે સેસ નાંખવાની દરખાસ્ત છે. સેસની આવકમાંથી રાજ્યોને નિયમોને આધિન કોઈ હિસ્સો આપવાપાત્ર નથી. સરકાર કહે છે કે, તેના કૃષિ કાયદાઓ કોઈએ સમજવાની તસ્દી લીધી નથી પરંતુ ખેડૂતો આ કાયદાને બરાબર સમજ્યા છે અને એટલે જ તેઓ આંદોલન કરી રહ્યા છે. એમ જણાવી તેમણે કહ્યું હતું કે સરકાર કહે છે કે મંડી બંધ નહી થાય પણ હકીકત એ છે કે એપીએમસી જેની આવક ઉપર નભે છે તેવા ખેડૂતો તેમની પેદાશ મંડી બહાર વેચે તો પણ ખરીદનાર વેપારી એપીએસીને સેસ ભરે છે. પરંતુ નવા કાળા કાનૂનથી ખેડૂતો ઓનલાઈન કે અન્ય રીતે પોતાની નિપજ વેચશે તો ખરીદનાર વેપારીએ એપીએમસીને સેસ ભરવો પડશે નહીં. તો એપીએમસીનું અસ્તિત્વ આપોઆપ મટી જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews