વકીલ મહિલા પીએચ.ડી. થયા, રાજકોટનું ગૌરવ વધાર્યું

0

રાજકોટના મોરબી નિવાસી ભુદરભાઈ પટેલ અને વિજ્યાબેન પટેલના સુપુત્રી પાયલબેન પટેલ(એડવોકેટ એન્ડ નોટરી)એ વર્ષ ૨૦૨૧માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાની વિદ્યાશાખાના અધ્યક્ષ અને પ્રોફેસર ડો. બી.જી. મણિયારના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત “સૌરાષ્ટ્ર વિસ્તારની જમીનોના બિનખેતીકરણની આર્થિક અને સામાજિક અસરોનો પ્રવર્તમાન અમલમાં રહેલા કાયદાઓના સંદર્ભમાં ટીકાત્મક અભ્યાસ” વિષય ઉપર મહાશોઘ નિબંધ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રજુ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી તેઓને પીએચ.ડીની પદવી એનાયત કરી છે. આ તકે પતિ સંજય પટેલ તથા સમગ્ર પરિવારના સભ્યો, કાયદા ભવનનાં પ્રોફેસર, રાજકોટ બાર કાઉન્સીલના વકીલો, ઉપરાંત સમગ્ર રાજકોટમાંથી અભિનંદન પાઠવાતા રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!