જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૧પની પેટાચૂંટણી અંતર્ગત ગઈકાલે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી અને એક તકે પ્રચારાર્થે આવેલા સત્તારૂધ પક્ષ દ્વારા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉપર સોડા બોટલથી હુમલો થયો હતો આ હુમલાનાં બનાવ અંગે ચાર વ્યકિતની અટકાયત થઈ હતી દરમ્યાન આરોપીઓને માર મારવાનાં કરાયેલા આક્ષેપને પગલે મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાને પગલે પોલીસ બેડામાં ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલા વિસ્તાર એવા ખાડીયામાં ગઈકાલે પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી જેના અનુસંધાને ભાજપનાં કાર્યકરો દ્વારા સોડા બોટલથી હુમલો કર્યો હોવાનું કહેવાય છે જેમાં પાંચ મહિલા અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તા ઈજાગ્રસ્ત બન્યા હતા આ બનાવના અનુસંધાને મહિલા પીએસઆઈ વી. કે. ઉંજીયા દ્વારા કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ગઈકાલે ડીવાયએસપી કચેરી બહાર મહિલાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા આ દરમ્યાન જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેને માર મારવામાં આવ્યો હોવાનાં આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. આ આક્ષેપોનાં પગલે આખરે ગઈકાલે મોડીરાત્રીનાં એ ડીવીઝનનાં પીએસઆઈ વી. કે. ઉંજીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવનાં અનુસંધાને ચર્ચાનો માહોલ ગરમાગરમ રહયો છે ત્યારે એવો પણ આક્ષેપ રહયો છે કે, ભાજપનાં દબાણનાં કારણે મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે જાે કે સાચી બાબત તો તપાસ થયા બાદ જ બહાર આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews