જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોની યોજાનારી ચુંટણી અંગેનું આજે ચિત્ર સ્પષ્ટ થશે

0

જૂનાગઢ સહીત રાજયની સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટેની પ્રક્રિયા ચરમસીમાએ પહોંચી ગઈ છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવાનું છે ત્યારે જૂનાગઢ જીલ્લાની કેશોદ નગરપાલિકા, જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયત માટેનું પણ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ આવતીકાલથી ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, આમ આદમી પાર્ટી સહીતનાં રાજકીય પક્ષોનું ચુંટણી પ્રચાર તંત્ર પુરજાેશથી શરૂ થઈ જવાનું છે. જાે કે ચુંટણી પહેલા જ છેલ્લા ૬ માસ થયાં રાજકીય પક્ષોએ આ ચુંટણી માટેની હામ ભીડી હતી અને ચુંટણી અંગેનાં સોગઠા નકકી કરી નાંખ્યા હતાં. ઉમેદવારોને જંગમાં ઉતાર્યા બાદ હવે આજે ચુંટણી અંગેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પોતાનાં ઉમેદવારને વિજેતા બનાવવા માટે એડીચોટીનું જાેર લગાવશે. જૂનાગઢ જીલ્લાની કેશોદ નગરપાલિકા તેમજ જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીને લઈને ભારે ગરમાવો જાેવા મળી રહયો છે. જીલ્લા વહીવટી તંત્ર, ચુંટણી તંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ રીતે ચુંટણી યોજાઈ તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. તેમજ ચુસ્ત બંદોબસ્ત અને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે.
જૂનાગઢ જીલ્લાના ૯પ૪ મથક ઉપર થશે તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીનું મતદાન
જૂનાગઢ જીલ્લામાં ગત ર૦૧પમાં ચુંટણી થઈ હતી તે વખતે ૮૭૯ મતદાન મથક હતાં આ વખતે તેમાં ૭પનો વધારો થયો છે. તા. ર૮ ફેબ્રુ.નાં રોજ જૂનાગઢ જીલ્લામાં ૯પ૪ મથક ઉપર જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાશે. માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ ૧૩૯ મતદાન મથક છે. જયારે સૌથી ઓછા ૭૯ મતદાન મથક ભેંસાણ તાલુકામાં છે.
જૂનાગઢ જીલ્લામાં તા. ર૮ ફેબ્રુ.નાં રોજ જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ તથા ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો ઉપર ચુંટણી યોજાનાર છે. જેમાં કુલ ૯પ૪ મતદાન મથક ઉપર ૭,૮૪,૬૩૪ મતદારો મત આપી પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે.
જૂનાગઢ જીલ્લામાં ર૦૧પમાં તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી થઈ તે વખતે ૮૭૯ મતદાન મથક હતાં. પરંતુ આ પાંચ વર્ષ દરમ્યાન ૬ર૭ર૮ મતદારોનો વધારો થયો છે. આથી આ વખતે મતદારોની સંખ્યામાં વધારો થવાથી મતદાન મથકોની સંખ્યા ૭પ વધી છે. અને મતદાન મથકોની સંખ્યા ૯પ૪ થઈ છે.
જૂનાગઢ તાલુકા પંચાયતમાં ૧૧૮, વંથલીમાં ૮ર, માણાવદરમાં ૮૯, કેશોદમાં ૧૧૩, માંગરોળમાં ૧ર૯, મેંદરડામાં ૮૩, માળીયા હાટીનામાં ૧૩૯, વિસાવદરમાં ૧ર૩ અને ભેંસાણમાં ૭૯ મતદાન મથક છે. ૯ તાલુકામાં સૌથી વધુ ૧૩૯ મતદાન મથક માળીયા હાટીના તાલુકામાં છે. જયારે સૌથી ઓછા ૭૯ મતદાન મથક ભેંસાણ તાલુકામાં છે. હાલ ચુુંટણી તંત્ર દ્વારા આ મતદાન મથકો ઉપર ચુંટણીને લગતી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
જૂનાગઢ જીલ્લા પંચાયતમાં પ૯ ફોર્મ તથા ૯ તાલુકા પંચાયતમાં ર૮૩ ફોર્મ થયા અમાન્ય
જૂનાગઢ જીલ્લા તથા તાલુકા પંચાયતની ચુંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. જેમાં જૂનાગઢ જીલ્લામાં ૧પ૮માંથી પ૯ ફોર્મ અમાન્ય રહયા હતાં. જયારે ૯૯ માન્ય રહયા હતાં. જયારે ૯ તાલુકા પંચાયતમાં ર૮૩ ફોર્મ અમાન્ય અને ૪૭પ ફોર્મ માન્ય રહયા હતાં.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ૧પ૮ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જયારે ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે ૭પ૮ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. ગઈકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થતાં જૂનાગઢ જીલ્લા પંચાયતમાં પ૯ ફોર્મ અમાન્ય થયા હતાં. જયારે ૯૯ ફોર્મ માન્ય રહયા હતાં. હવે જીલ્લા પંચાયતની ૩૦ બેઠક ઉપર ભાજપનાં ૩૦, કોંગ્રેસનાં ર૮, બસપાનાં ૭, એનસીપીનાં ૪, આપનાં ૧૬ તથા અપક્ષના ૧૪ ઉમેદવારો રહયા છે. જયારે જીલ્લાની ૯ તાલુકા પંચાયતમાં જૂનાગઢમાં ૩૪ અમાન્ય અને પર માન્ય, કેશોદમાં ર૮ અમાન્ય અને ૬૦ માન્ય, માંગરોળમાં ૩૮ અમાન્ય અને ૬૩ માન્ય, માણાવદરમાં ૩૩ અમાન્ય અને ૩૯ માન્ય, માળીયા હાટીનામાં ૪૮ અમાન્ય અને પપ માન્ય, વિસાવદરમાં રપ અમાન્ય અને ૬૧ માન્ય, વંથલીમાં ર૭ અમાન્ય અને ૪૦ માન્ય તથા મેંદરડામાં ૩૧ અમાન્ય અને ૬૦ માન્ય તેમજ ભેંસાણ તાલુકા પંચાયતમાં ૧૯ અમાન્ય અને ૪પ ફોર્મ માન્ય રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!