ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંતોના મત મુજબ આજથી ત્રણ દિવસ સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની વકી છે. જાે કે, ૨૦મી પછી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આ મહિનાના અંતમા અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા કેટલાક ભાગોમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યના છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહયો છે. દિવસનું તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ રહેતા અનેક સ્થળોએ સામાન્ય ગરમી વર્તાઈ રહી છે. જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ૩ દિવસ હિમવર્ષા થવાની શક્યતા રહેતા ગુજરાતમાં સવારે ઠંડા પવન ફૂંકાશે. જેથી બે દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. જાે કે, ૨૦ ફેબ્રુઆરીથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. પૂર્વ દરિયાકાંઠે હવામાનના ફેરફાર થતાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ૧૬થી ૧૮ ફેબ્રુઆરીમાં મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે ૧૮-૨૧ ફેબ્રુઆરી દરમ્યાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના વલસાડ, તાપી, સાપુતારા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ દરમ્યાન ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જાેર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચે આવ્યો છે. એવામાં ગરમી અને ઠંડી બંને અનુભવાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી શકે છે. આ દરમ્યાન કમોસમી વરસાદ પણ પડી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews