કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં ૧૨૦૦ બેડ ખાલી થતાં હવે મહિલા અને બાળ રોગ માટે આજથી કાર્યરત

0

રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક હોસ્પિટલોને કોવિડ-૧૯ જાહેર કરાઈ હતી. ત્યાં ક્યાંક અલાયદા વોર્ડ ઊભા કરાયા હતા. ત્યારે હવે કોરોના કેસમાં જાેરદાર ઘટાડો થયો છે ત્યારે ગુજરાત સરકારે અમદાવાદની સિવિલ હોસ્પિટલને નોન-કોવિડમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ૧૨૦૦ બેડની હોસ્પિટલ નોન-કોવિડમાં ફેરવાશે જ્યારે ૧૨૦૦ બેડ ખાલી થતાં મહિલા અને બાળ રોગ વિભાગ કાર્યરત થશે. ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ હવે સામાન્ય બની રહી છે ધીમેધીમે દૈનિક કેસમાં ધરખમ ઘટાડો અને ડિસ્ચાર્જ રેશિયો ઘટતાં ગુજરાત સરકારે એક મોટો ર્નિણય લીધો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને નોન-કોવિડમાં ફેરવવાનો ર્નિણય કર્યો છે. જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ નોન કોવિડમાં ફેરવાશે. તમને જણાવી દઈએ કે ૭ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ હતી. હવે ૧૨૦૦ બેડ ખાલી થતાં મહિલા, બાળ રોગ માટે આજથી કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર ઘટતાં અમદાવાદ સિવિલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ ખાલી થઈ રહ્યા છે. સિવિલમાં કોવિડ વોર્ડમાં બેડ ખાલી થતા હવે ટૂંક સમયમાં જ અન્ય રોગોથી પીડિત દર્દીઓ જેમાં ખાસ કરીને મહિલાઓ તેમજ બાળકો માટે વાપરવામાં આવશે. રવિવાર સાંજ સુધીમાં અમદાવાદમાં ૯૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત કુલ ૩૫૦ દર્દીઓ દાખલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!