મુખ્યમંત્રી વિજય રૂપાણીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો અને દવા પણ લેતા હતા : નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

0

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડોક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સંક્રમિત થવા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. અમિત શાહે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.
હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પૂર્નઃ જનકલ્યાણના કામોમાં સક્રિય થાય. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણી સાત દિવસ સુધી યુએન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેશે. આ દરમ્યાન તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તે બાદમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જે બાદમાં તેઓ પોતાના ઘરે પણ ક્વોરન્ટીન હેઠળ રહેશે. આ દરમ્યાન અન્ય વ્યવસ્થા બરાબર રીતે ચાલે તે માટે તેઓ ટેલિફોનના માધ્યમથી સરકારના નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!