ગુજરાત રાજયના અનેક નાના-મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદે બાયોડિઝલના ગેરકાનૂની ધંધા સામે કાર્યવાહી કરવામાં પોલીસના હાથ બંધાઇ ગયા હોય એવું પ્રતિત થઇ રહ્યું છે.
ગુજરાત રાજયમાં ગેરકાયદે બાયોડિઝલના પંપ બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળ્યા છે. આવા ગેરકાનૂની ધંધા સામે વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર જાણે કે મૂક પ્રેક્ષક બની ગયું હોય તેવો તાલ જાેવા મળી રહયો છે.
ચખાડીને ભાઇગીરીનું ભૂત ઉતારી દેનાર ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના બાહોશ અધિકારીઓએ પણ બાયોડિઝલના ગેરકાનૂની ધંધા સામે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જતાં પોલીસની આ કામગીરીની પ્રજામાં ભારે ટીકા થઇ રહી છે. કાયદાના હાથ લાંબા હોય છે એ ઉક્તિ પોલીસ માટે ખોટી સાબિત થઇ રહી છે. બીજી તરફ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા આવા ગેરકાયદે પંપ ઉપર ગાંધીનગરથી ગમે ત્યારે દરોડા શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ સંજાેગોમાં જે પોલીસ મથકની હદમાં દરોડા પડશે ત્યારે હપ્તા લેનારાઓ બચી જશે અને જે તે વિસ્તારના સંબંધિત પોલીસ મથકના થાણા અધિકારી, સ્ટાફના તપેલા ચડી જશે એવી પોલીસબેડામાં ચર્ચા થઇ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews