વેરાવળ નગરપાલીકાની ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોથી છ દિવસમાં સાડા સાત લાખની આવક થઇ

0

વેરાવળ પાટણ ચુંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા લોકોએ છ દિવસમાં નગરપાલીકાની જાેળીમાં અંદાજે સાડા સાત લાખ જેવી રકમ ઠાલવી દેતા તંત્ર રાજીનું રેડ થઇ ગયું હોવાનું જાણવા મળેલ છે. આવી ચુંટણી મોસમ વારંવાર આવે તેવી લાગણી પણ નગરપાલીકા કર્મીઓ વ્યકત કરી રહયા છે.વેરાવળ નગરપાલીકા તંત્રને પાંચ દિવસમાં થયેલ નોંધપાત્ર આવકની પાછળનું કારણ નગરપાલીકાની ચુંટણી છે. કારણ કે, વેરાવળ પાટણ નગરપાલીકાની ૪૪ બેઠકોની ચુંટણી લડવા ઇચ્છતા લોકો ઉમેદવારી ફોર્મ તા.૮ થી ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ભરવાનું હતું. નગરપાલીકાની ચુંટણી લડવા ઇચ્છા ધરાવતા લોકોએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હાઉસટેક્ષ, પાણી વેરો, લાઇટ વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તા વેરા સહિતના તમામ પ્રકારના નગરપાલીકાના વેરા ભરેલા હોવા જાેઇએ અને આ પૈકીના કોઇ વેરા બાકી હોય તો તે ભર્યા પછી એનઓસી મેળવી ફોર્મ ભરી શકવાનો નિયમ છે. આ નિયમના કારણે નગરપાલીકાની ચુંટણી જંગલમાં લોક સેવા માટે ઝંપલાવા માંગતા લોકોએ નગરપાલીકાની જાેળી છલકાવી દીધી છે. જે અંગે નગરપાલીકામાંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૮ થી ૧૩ ફેબ્રુઆરી છ દિવસમાં તમામ પ્રકારના વેરા ભરપાઇ કરેલ હોવાની ૩૧૩ લોકોને એન.ઓ.સી. આપવામાં આવી છે. જેના થકી નગરપાલીકાને અંદાજે સાડા સાત લાખ જેવી રકમની આવક થઇ છે. આ ઉપરાંત ૩૦૩ લોકોના ધરે શૌચાલયો હોવાની પણ એન.ઓ.સી. આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, નગરપાલીકા કરવેરાની કરોડોની બાકી વસુલાત માટે ઢોલ-નગારા વગાડવાથી લઇ નોટીસો ઇસ્યુ કરવી, જપ્તી કરવા સહિતની ઝુંબેશ ચલાવે છે તેમ છતાં પણ કરવેરા ભરવા બાબતે લોકો બેદરકાર દાખવતા જાેવા મળે છે. આવા સમયે નગરપાલીકાની ચુંટણીનું બ્યુગુલ ફુંકાતા ઉમેદવારી કરતા થનગનતા લોકો સામેથી આવી કરવેરાની બાકી રકમ ભરી જતા જાેવા મળે છે. જેથી વારંવાર ચુંટણી મોસમ આવતી રહે તો નગરપાલીકાને કરવેરાની ખાસ રકમની બેઠા બેઠા આવક થાય તેવી ચર્ચાઓ નગરપાલીકા વર્તુળમાં થઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!