ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વોરીયર્સને વેકસીનનો બીજાે ડોઝ આપવાની શરૂઆત કરાઈ

0

ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.૧૬ જાન્યુઆરીથી કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૨ હજારથી વભુ વોરીયર્સને તબક્કાવાર પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબક્કામાં કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ ૬,૬૦૧ આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં ૫,૯૨૯ ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૨,૫૩૦ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ ગીર સોમનાથ જિલ્લાની કોરોના વેક્સિનની ૮૯.૫૬ ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે. પ્રથમ તબક્કાના આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવેલા રસીના ડોઝને ૨૮ દિવસ પુર્ણ થયા છે. જેથી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે પ્રથમ રસીનો ડોઝ લેનાર ડો. બામરોટીયાને વેકસીનનો બીજાે ડોઝ આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વેકસીનેશનના કાર્યક્રમમાં પ્રથમ ડોઝ જે લોકોને આપવામાં આવેલ તે જ લોકોને વેકસીનનો બીજાે ડોઝ એ જ સ્થળેથી આપવાનું આયોજન કરાયું હોવાનું ગીર સોમનાથ જિલ્લામાં વેકસીનેશન કાર્યક્રમના ડો.ગોસ્વામીએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!