જૂનાગઢનાં આંબેડકરનગર બીલખા રોડ ખાતે રહેતા વિજય દિલિપભાઈ વાઢેર ઉ.વ.ર૪એ રોહિત દિપકભાઈ મકવાણા વાણંદ સોસાયટી જૂનાગઢ તથા ભૂરો નામનાં વ્યકિત સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં મોટાભાઈ મયુરભાઈને પોતાની બહેન સાથે લફરૂ હોય તેવી શંકા હોય જેનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ વિજયભાઈ દિલિપભાઈને બિભત્સ શબ્દો કહી તેમજ આરોપી રોહિત દિપકભાઈએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી તેમજ ભુરા નામના વ્યકિતએ ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝને પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનાં બે બનાવો
ભેસાણ તાલુકાનાં ખંભાળીયા ગામના રમેશભાઈ હંસરાજભાઈ ભુવા (ઉ.વ.૪૦) પોતાની વાડીએ ઈલેકટ્રીકની ઓરડીમાં કામ કરતા હતા ત્યારે ઈલેકટ્રીક શોક લાગતા તેમનું મૃત્યુ થયું છે. ભેસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં મેંદરડા તાલુકાનાં ગુંદાળા ગામનાં રમેશભાઈ હમીરભાઈ ભેડા (ઉ.વ.ર૦) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઘઉંમાં નાખવાનાં ટીકડા પી જતાં તેમનું મૃત્યુ થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews