આજે વસંતપંચમીનો શુભ દિવસ હોય, સમગ્ર ભારત વર્ષમાં ખાસ કરીને કલા, શિક્ષણ, બૌધ્ધિક વિકાસ માટે ઉંમરથી નહી પરંતુ મનથી યુવાન હૈયા માટે અનેરો દિવસ છે. વસંતપંચમીનાં આ દિવસે વિદ્યા, કલા અને બુધ્ધિ આપનારા માં શારદાનુંં,
માં સરસ્વતિનું આજે પૂજન કરી તેમની પાસે શુભાશિષ અને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવી રહેલ છે. આજનાં આ દિવસે ગિર સોમનાથ જીલ્લામાં આવેલા દેશનાં પ્રથમ જયોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવનાં મંદિરે વિશેષ શ્રૃંગાર કરવામાં આવી રહેલ છે જયારે પ્રભાસનાં પ્રાચીન ભગવાન દૈત્યસુદન મંદિરનાં પુજારીએ જણાવ્યું હતું કે, દૈત્ય સુદન ભગવાન વિષ્ણુનાં દેવાલયે વસંતપંચમીથી હોળી ફુલડોલ સુધી ભગવાનને ખાસ રાજભોગ ધરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ધર્મ ક્ષેત્રમાં પણ સરસ્વતિ માતાજીનું પૂજન કરવામાં આવેલ છે. સ્વામીનારાણ સંપ્રદાયમાં ભગવાન સ્વામી નારાયણે જગતને આદ્યાત્મિક ઉન્નત જીવનનો માર્ગ અને ઉપદેશ આપવામાં આવ્યો હતો તે શિક્ષાપત્રીનું આજે ભાવપૂર્વક વાંચન કરવામાં આવી રહેલ છે. વસંતપંચમીનાં દિવસે વસંતઋતુનાં આગમનનાં પણ વધામણા કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત આજે સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસંતપંચમીનાં શુભ દિવસે લગ્નસમારંભો પણ યોજવામાં આવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews