સિવીલ હોસ્પીટલમાંથી જ સારવારની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારનું સંચાલન કરશે

0

મુખ્યમંત્રી રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુએન મહેતા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ હોઈ અને હજુ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવાનું છે. ત્યારે મુખ્યમંત્રીના ચાર્જ બાબતે અટકળો શરૂ થતાં તેનો છેદ વાળતા મુખ્યમંત્રી રૂપાણીએ કોઈને પણ ચાર્જ સોંપ્યો નથી. એટલે કે સીએમઓને બદલે સિવિલ હોસ્પિટલના સંકુલમાંથી ગુજરાત સરકાર ચાલશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ખુદ વીડિયો કોન્ફરન્સ તથા મોબાઈલના માધ્યમથી પોતાના કાર્યાલયનું સંચાલન કરશે, ચાર્જ કોઈને આપવામાં આવશે નહીં. સામાન્ય રીતે એવો શિરસ્તો રહ્યો છે કે મુખ્યમંત્રીની બીમારી કે વિદેશપ્રવાસ જેવી સ્થિતિમાં સિનિયર મંત્રીને ચાર્જ સોંપવામાં આવે છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ કોઈને ચાર્જ સોંપ્યો નથી. તેમણે સિવિલમાંથી જ સારવારની સાથે સાથે ગુજરાતનું સંચાલન કરવાનો ર્નિણય કર્યો છે. આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ૨૦૧૮ની ૨૬મી જૂનના રોજ પોતાના પ્રથમ વિદેશપ્રવાસે ૬ દિવસ માટે ઈઝરાયેલ ગયા હતા. આ છ દિવસના પ્રવાસ દરમ્યાન રૂપાણીએ સરકારના બે સિનિયર મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગૃહ અને વહીવટી વિભાગ સિવાયના પોતાના વિભાગોની વહેંચણી કરીને જવાબદારી સોંપી હતી. ૨૦૧૮મા ં મુખ્યમંત્રીપદનો ચાર્જ સોંપવા મામલે થયેલા વિવાદ સમયે બંધારણના નિષ્ણાંત અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી. બીજું એ કે મુખ્યમંત્રી ઓફિશિયલી વિદેશપ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ મુખ્યમંત્રીની જવાબદારીથી અળગા થયા નથી. પરિણામે, કોઈને ચાર્જ સોંપવાનો બંધારણીય સવાલ ઊભો થતો જ નથી. જાે મુખ્યમંત્રી વ્યક્તિગત કામે બહાર જતા હોય અથવા તો ગંભીર રીતે બીમાર હોય અને શાસનની જવાબદારી ઉપાડી શકે એમ ન હોય તો જ અન્ય કોઈને ચાર્જ સોંપવાનો સવાલ ઊભો થાય છે. મહેતાના કહેવા મુજબ ગૃહ તેમજ વહીવટી ખાતું કોઈને સોંપવું કે નહીં એ ર્નિણય કરવાનો મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે, તેથી આ મૂદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!