મસૂરીમાં આઈએએસ અધિકારીઓના તાલીમી કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાન હાંસલ કરી નર્મદાનું ગૌરવ વધારતા કલેક્ટર ડી.એ.શાહ

0

કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના ૭૦ જેટલા સીનીયર સનદી અધિકારીઓ માટે યોજાયેલા એક માસના તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ ને આ તાલીમ દરમ્યાન વિવિધ એસાઇગ્નમેન્ટ, બુક રીવ્યુ, પ્રેઝન્ટેશન, લીડરશીપ મોડ્યુલ, ૈંઝ્ર્‌ મોડ્યુલ, ગૃપ-મોર્નીગ, વીક એન્ડ એક્સ્ટ્રા એક્ટીવીટીઝ વિવિધ પ્રવૃત્તિઓ અને છેલ્લે ઓનલાઇન એકઝામ સહિતની તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે શાહને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.
મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ કોશીયારીના મુખ્ય મહેમાનપદે અને લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશનના ડાયરેક્ટર સંજીવ ચોપરા વગેરે મહાનુભાવોની ઉપસ્થતિમાં તાજેતરમાં મસૂરીની ઉક્ત તાલીમ સંસ્થા ખાતે ૧૨૨મી ઇન્ડક્શન તાલીમના યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના ૨૦૧૦ ની બેચના વરિષ્ઠ સનદી અધિકારી અને નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે તેમના એક માસના તાલીમ કાર્યક્રમમાં આવરી લેવાયેલી સમગ્રતયા તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ ક્રમ હાંસલ કરતાં, ડી.એ.શાહે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.
મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારીના હસ્તે આ બહુમાનના યશભાગી બનેલા ડી.એ.શાહને તેમના સાથી સનદી અધિકારીઓએ અભિનંદનની વર્ષા વરસાવવાની સાથે “ટીમ નર્મદા” એ પણ અભિનંદનનો ધોધ વરસાવી જિલ્લામાં સબળ નેતૃત્વ પુરૂં પાડી રહેલા પોતાના ટીમ લીડરના નેતૃત્વને બિરદાવી આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.
અત્રે એ નોંધવુ જરૂરી છે કે, એક માસના આ સઘન તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર સીનીયર ૈંછજી અધિકારીઓ દ્વારા કરાતી વિવિધ પ્રવૃતિઓનું સર્વગ્રાહી મુલ્યાંકન કરવામાં આવે છે.અને તેમા સમગ્રતયા ઓવરઓલ પરર્ફોમન્સમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમથી નવાજવામાં આવે છે, જેમાં નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે પ્રથમ સ્થાન હાંસલ કરી આ સન્માનના યશભાગી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!