કોરોના કાળમાં કાર્ગો હેન્ડલીંગમાં દેશમાં કચ્છનું કંડલા પોર્ટ નંબર વન

0

કોરોના દરમ્યાન વ્યાપાર ક્ષેત્રે અપડાઉન વચ્ચે પણ દેશમાં કંડલા બંદરનો દબદબો જળવાઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાના માર્ગદર્શન નીચે પોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ કરાયો છે. જે માર્ચ અંત સુધીમાં ૧૧૫ એમએમટી થઈ જશે. કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૨ વર્ષથી કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલિંગમાં દેશભરમાં નંબર વન ઉપર રહ્યું છે. જે કોરોના કાળ વચ્ચે પણ જળવાઈ રહ્યું છે. કંડલા પોર્ટ ઉપર ક્રૂડ ઓઇલ, કોલસો, મીઠું, ખાધ્યતેલ, ખાતર, ખાંડ, લાકડું, સોયાબીન, ઘઉં સહિત અન્ય માલ સામાનની હેરફેર થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews