શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ

0

શિવાજી ભોંસલે, જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા, માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ ના મહારાષ્ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતર્યો અને એ પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી. માતા જીજાબાઇને ત્યાં
૧૯ ફેબ્રુઆરી ૧૬૩૦માં શિવનેરી દૂર્ગમાં એક વીર પુત્રને જન્મ આપ્યો હતો. ભગવાન શિવની જેમ નીડરતા, સ્વાભિમાન, ચાતુર્યતા, ધર્મભક્તિના સંસ્કારો લઇને જન્મેલા બાળક નામ શિવાજી રાખવામાં આવ્યું હતું. તેમનું પૂરૂ નામ છત્રપતિ શિવાજી રાજે ભોંસલે છે. તેમના પિતા શાહજી ભોંસલે જે મરાઠાના સેનાપતિ હતા. આ ઉપરાંત શિવાજી મહારાજનું ભરણપોષણ તેમની માતાની છત્રછાયામાં થયું હતું. તેમની માતા ભગવાન શિવની ઉપાસક હતી અને તેથી જ તેમણે તેમના પુત્ર શિવાજીને નામ આપ્યું હતું અને તેથી જ તેમની માતાના ધાર્મિક વાતાવરણને લીધે શિવાજી મહારાજ ખુબજ પ્રમાણિક હતા. તેમના બાળપણમાં, મહાભારત અને રામાયણની વાર્તાઓ કહીને એમની માતા હંમેશા તેમને ધાર્મિક અને શ્રેષ્ઠ બનાવતા હતા. તેમની માતા સિંધખેડના લખરૂજી જાધવની પુત્રી હતી. શિવાજી મહારાજ તેમના માતાના ગ્રંથોને લીધે તેમના જીવનના અંત સુધી હિન્દુ મૂલ્યોનું રક્ષણ કર્યું હતું. શિવાજી મહારાજે તેમની પ્રારંભિક શિક્ષણ પણ તેમની માતા પાસેથી મેળવી હતી. શિવાજી મહારાજના જીવનમાં ગુરૂ રામદાસ આવ્યાં જેમણે શિવાજી મહારાજને માર્ગદર્શન સાથે શિક્ષા પણ આપી અને તેમનું જીવન પણ સંવાર્યું હતું. તેમના નામનું નામ ઇતિહાસમાં એક વીર મરાઠા યોદ્ધા તરીકે રાખવામાં “વીર છત્રપતિ શિવાજી મહારાજ”. શિવાજી મહારાજ મહાન યોદ્ધા હતા, જેમણે દરેક પરિસ્થિતિમાં, તેમના શત્રુ સામે કુશળતાપૂર્વક અને ચપળતાથી લડ્યા હતા. શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને રાજા હતા. તે બહાદુર યોદ્ધા હતા. તેમને એક સારા વ્યૂહરચનાકાર પણ કહેવામાં આવે છે.
શિવાજી મહારાજ ૬ જુન ૧૬૭૪ના રોજ પૂરી રીતીરીવાજ એમનો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતા. તેઓ ક્યારેય જાતિઓ સાથે ભેદભાવ કરતા નથી. શિવાજી પ્રભાવશાળી યોદ્ધા સાથે એક સારા વહીવટકર્તા પણ ગણી શકાય. આ ઉપરાંત તેમની સેનામાં પણ અનેક મુસ્લિમો અને અન્ય જાતિઓના યોદ્ધા હતા, શિવાજીએ મહિલાઓનો પણ આદર કર્યો હતો. દુશ્મન સેનાની સ્ત્રીઓને તેમના રાજ્યમાં સન્માન સાથે તેમના રાજ્યમાં પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૬૮૦ સુધીમાં, શિવાજીએ ૩૦૦ કિલ્લા અને ઘણા બધા સૈનિકોની રચના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!