સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપમાં ભડકો

0

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ બિનહરીફ થતા હોવાની જાહેરાતો કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેથી વિસાવદર નગરપાલિકામાં ભાજપમાં જ ભડકો થતા વિસાવદર નગરપાલિકાનું બજેટ નામંજૂર થયેલ હતું. બજેટની સામાન્ય બેઠકમાં હનુમાનપરા વિસ્તારના ભાજપના ૩ કોર્પોરેટરો ગેરહાજર રહેલ અને ગાયત્રી પ્લોટ વિસ્તારના એક સભ્ય ગેરહાજર રહેતા બજેટ નામંજુર થયેલ હતું. અગાઉ પ્રમુખની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસના બે સભ્યોને લઈને સત્તા સંભાળેલ હતી અને સત્તા સંભાળ્યા બાદ ટૂંકા ગાળામાં ગાયત્રી પ્લોટ વિસ્તારના એક સભ્ય સહિત કુલ ચાર સભ્યો ગેરહાજર રહેતા બજેટ નામંજુર કરવામાં આવેલ હતું. સતાધારી પક્ષના સભ્યો જ ગેરહાજર રહેતા બજેટ નામંજૂર થયેલ છે અને કોંગ્રેસના દસ સભ્યો હાજર રહેતા બહુમતીથી બજેટ નામંજૂર કરવામાં આવેલ હતું. ગુજરાતમાં તથા વિસાવદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ત્યારે સતાધારી પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પક્ષની આબરૂના જાહેરમાં લીરા ઉડાડીને બજેટ નામંજુર કરાવતા આ સભ્યો સામે ભાજપ પાર્ટી દ્વારા શું પગલા લેવાશે તે જાેવાનું રહ્યું. પરંતુ ચૂંટણી સમયે મતદાર ઉપર આ ઘટનાની કેવી અસર થશે તે પરિણામ આવ્યે જ ખબર પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews