જૂનાગઢ મનપાની પેટાચૂંટણી આડે ગણતરીનાં કલાકો જ બાકી છે. ત્યારે વોર્ડ નં.૧પ અને ૬ ની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર ૧પ અને વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ર૧ ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. ત્યારે હાલ યોજાનાર ચૂંટણીમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી કરી રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરને જાણ કરાઈ છે. જૂનાગઢ જીલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેકટર વતી જણાવાયું છે કે, જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૬ અને ૧પની પેટાચૂંટણી યોજાનાર છે. આ સંબંધિત સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણીને લઈ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. દરમ્યાન વોર્ડ નંબર ૬ અને ૧પમાં મળી કુલ ૪૦ મતદાન મથકો છે. આમાંથી બે મતદાન મથકો સંવેદનશીલ છે. જયારે ૧પ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. આમ, ૪૦ મતદાન મથકોમાંથી ૧૭ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews